નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લોકો ઘરમાં બંધ છે, લોકોને મનોરંજન અને જ્ઞાન પુરુ પડવા માટે દુરદર્શને પોતાની વર્ષો જુની સીરિયલ રામાયણને ફરીથી પ્રસારિત કરી, અને રિપોર્ટ છે કે રામાયણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


રાષ્ટ્રીય ચેનલ દુરદર્શનના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વીટ અનુસાર, રામાયણે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. રામાયણ રામાનંદ સાગરે બનાવી હતી.

ટ્વીટ પ્રમાણે, રામાયણના પુનઃ પ્રસારણે દુનિયાભરના દર્શકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે, અને આ 16 એપ્રિલે 7.7 કરોડ દર્શકોની સંખ્યા સાથે દુનિયાભરમાં સૌથી વધુ જોવાવા વાળી મનોરંજન સીરિયલ બની ગઇ છે.



ખાસ વાત છે કે, દેશભરમાં લૉકડાઉનના કારણે ફિલ્મો, ટીવી સીરિયલો અને શૉના શૂટિંગ સદંતર બંધ છે. સાથે લાંબા સમયથી માંગ હતી કે રામાયણને ફરીથી પ્રસારિત કરવામાં આવે. દુરદર્શને આ માંગને સ્વીકારી અને પુનઃ પ્રસારિત કરી હતી. આવા સમયે રામાયણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.