Mika Di Vohti: જાણીતા પંજાબી સિંગર મીકા સિંહનો (Mika Singh) સ્વયંવર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મીકા દી વોટી શોમાં રોજ કંઈકને કંઈક નવું અપડેટ આવતું  રહે છે. સ્વયંવર મિકા દી વોટી (Swayamvar: Mika Di Vohti) શોમાં દેશના વિવિધ શહેરોમાંથી છોકરીઓ કંટેસ્ટેંટ તરીકે આવી છે. ત્યારે હવે સ્વયંવર - મીકા દી વોટી શોમાં એક નવી સુંદરીએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મારી છે. આ સુંદરીનું નામ છે આકાંક્ષા પુરી. આકાંક્ષા પુરીએ (Akanksha Puri) હિન્દી ટીવી સિરીયલમાં અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.


મિકા દી વોટીના ફોટો શેર કર્યાઃ
આકાંક્ષા પુરી મીકા સિંહની 'સ્વયંવર - મીકા દી વોટી'માં એન્ટ્રી કરીને લાઈમલાઈટમાં આવી ગઈ છે. આકાંક્ષાએ આ શોમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કરી છે. આકાંક્ષાએ તેના ઈન્સ્ટાગ્રામ પર 'સ્વયંવર - મિકા દી વોટી' શોની BTS (બિહાઈન્ડ ધ સીન) તસવીરો શેર કરી છે. આ શોના સેટની તસવીરો છે, જેમાં મીકા  રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં મીકા સિંહે બ્લેક શેરવાની સાથે ઓફ વ્હાઇટ પાયજામા પહેર્યો છે, જ્યારે આકાંક્ષા પુરીએ ઓફ વ્હાઇટ પ્રિન્ટેડ લહેંગા સેટ પહેર્યો છે. આકાંક્ષા પુરીએ કાળા ચશ્મા પહેરીને પોતાના દેશી લુકમાં ગ્લેમર ઉમેર્યું છે. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.


મીકાના દિલ પર રાજ કરવા આવી છુંઃ આકાંક્ષા
આ તસવીરોમાં આકાંક્ષા પુરી અને મીકા સિંહ રોમેન્ટિક પોઝ આપતા જોઈ શકાય છે. બંને વચ્ચે શાનદાર બોન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે. આ તસવીરમાં આકાંક્ષા પુરી મીકા સિંહને મહેંદી લગાવતી જોવા મળી રહી છે. તેણે તેની અને મીકાની હથેળી પર હાર્ટ બનાવ્યું છે. આકાંક્ષા પુરી પોતપોતાની હથેળીઓ પર અડધા હૃદયને એકસાથે જોડતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં આકાંક્ષા પુરીએ લખ્યું કે, "માત્ર દિલ જીતવા માટે નહીં, હું દિલ પર રાજ કરવા આવી છું." આકાંક્ષા પુરીએ આગળ લખ્યું, "મારા કિંગ મીકા સિંહ તમારી રાણી છું.