Mouni Roy Latest Pics: ટીવી અને બૉલીવુડ સ્ટાર મૌની રૉય પોતાની દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે. તેના ફેન્સ તેના સ્ટાઇલિશ અવતારને જોવા માટે હંમેશા ઉતાવળા રહે છે, હવે એક્ટ્રેસે એક નવુ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. તાજેતરમાં એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટા પર ઓલ બ્લેક આઉટફિટમાં તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. આ તસવીરોમાં મૌની રૉય બ્લેક કલરની લૉન્ગ હૉટ ડ્રેસમાં પોતાનો જલવો બતાવી રહી છે. 


તસવીરોમાં નજર કરીએ તો, એક્ટ્રેસ મૌની રૉયે બ્લેક ઓફ શૉલ્ડર ડ્રેસ પહેરેલો છે, અને ફોટોશૂટ માટે પૉઝ આપતી દેખાઇ રહી છે. તેની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા છે. એક્ટ્રેસ એકદમ ટાઇટ ડ્રેસમાં ઓલ બ્લેક જલવો બિખેરી રહી છે. એટલુ જ નહીં કેમેરા સામે પૉઝ આપતી વખતે એક્ટ્રેસ પોતાનુ કર્વી ફિગર પણ ફ્લૉન્ટ કરી રહી છે. લૂકને પુરો કરવા માટે તેને સેન્ટ્રલ પાર્ટિશનમાં ખુલ્લા વાળ રાખ્યા છે, જે તેની અદાઓને વધુ સ્ટાઇલ બનાવી રહ્યું છે. 




37 વર્ષીય એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાનો 37મો જન્મ દિવસ મનાવ્યો હતો, મૌની રૉયનો જન્મ 28 સપ્ટેમ્બર, 1985 એ પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં થયો હતો, આજે મૌની રૉયે એક મોટી એક્ટ્રેસ બની ચૂકી છે. મૌની રૉયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે




ઉલ્લેખનીય છે કે છેલ્લે મૌની રૉય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી, આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે. ટીવીની 'નાગિન'થી લઇને બ્રહ્માસ્ત્રની 'જુનૂન' સુધી મૌની રૉયે પોતાના દરેક પાત્રને ખુબ શાનદાર રીતે નિભાવ્યુ છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ હિટ થતાંની સાથે જ મૌની રોય માલદીવ પહોંચી છે. ત્યાં વેકેશનનો આનંદ માણ્યો હતો. ત્યાં તેને ગુલાબી બિકીનીમાં હૉટ પૉઝ આપ્યા હતા.