Priya Ahuja On Pregnancy Rumours: તાજેતરમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટ્રેસ પ્રિયા આહૂજા ખુબ ચર્ચામાં છે. હાલમાં તેની કેટલીક તસવીરોએ ફેન્સની વચ્ચે ચર્ચા જગાવી છે. અત્યારે પ્રિયા આહુજા વિશે સમાચાર આવ્યા છે કે તે બીજી વખત માતા બનવા જઈ રહી છે. સોશ્યલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી હતી કે તે ખૂબ જ જલ્દી તેના બીજા બાળકને જન્મ આપવાની છે. જોકે, આ રિપોર્ટ્સ પર હવે ખુદ એક્ટ્રેસે ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે પ્રેગ્નન્સીના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.


એક્ટ્રેસે શું કહ્યું  
ખરેખરમાં, થોડા દિવસો પહેલા જન્માષ્ટમીના તહેવાર પર અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પછી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે બીજી વખત માતા બનવા જઈ રહી છે. શૉમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયાએ જણાવ્યું કે તેને તેની પ્રથમ પ્રેગ્નન્સી દરમિયાનની તસવીરો શેર કરી હતી, જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.


અભિનેત્રી પ્રિયા આહૂજા કહે છે કે 'હું અત્યારે કામ કરી રહી છું કારણ કે હું કામમાંથી બ્રેક લેવા માંગતી નથી. આ સાથે હું મારા માતૃત્વને પણ માણી રહી છું. પ્રિયા આહૂજાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે સ્ટાર પ્લોટના ફેમસ શૉ 'ગમ હૈ કિસી કે પ્યાર મેં'માં જોવા મળે છે.






પોતાના પતિ સાથે પ્રિયા આહૂજાએ ફરી કર્યા હતા લગ્ન  - 
પ્રિયાના અંગત જીવનની વાત કરીએ તો તેને 12 વર્ષ પહેલા પોતાના શૉના ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે. લગ્નના 10 વર્ષ પૂર્ણ થતાં પ્રિયાએ તેના પતિ સાથે ફરી સાત ફેરા લીધા. તેમના લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી.