Rubina Dilaik Pregnancy: ટીવીની દુનિયામાંથી વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટીવીની નાની વહુ એટલે કે રૂબિના દિલૈકના ફેન્સ માટે એક ખુશખબરી ખુદ એક્ટ્રેસે શેર કરી છે, રૂબિના દિલૈક માં બનવા જઈ રહી છે. રૂબિના દિલૈકએ સોશ્યલ મીડિયા પર પતિ અભિનવ શુક્લા સાથે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. રૂબિના દિલૈક પતિ સાથે અત્યારે અમેરિકા પ્રવાસે જઇ રહી છે. 


છેલ્લા કેટલાક મહિનાઓથી, એવી અટકળો ચાલી રહી છે કે ટેલિવિઝન અભિનેત્રી રૂબિના દિલૈક અને તેના અભિનેતા પતિ અભિનવ શુક્લા તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. હવે પ્રેમી યુગલે આ અટકળોને સમર્થન આપ્યું છે. જી હા, રૂબિના દિલૈક જલ્દી જ માતા બનવા જઈ રહી છે. હાલમાં જ તેણે સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.


રૂબિના દિલૈકએ શેર કરી તસવીર 
ખરેખર, રૂબિના દિલૈકએ 16 સપ્ટેમ્બર 2023એ પોતાના ઈન્સ્ટા હેન્ડલ પરથી પતિ અભિનવ શુક્લા સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. આમાં, તે ક્રૂઝ પર તેના બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. રૂબીના બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લૉ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. વળી, અભિનવ શુક્લા પણ તેની સાથે હંસતા હંસતા પૉઝ આપી રહ્યો છે.




બંનેના ચહેરા પર માતા-પિતા બનવાનો આનંદ સ્પષ્ટ જોવા મળે છે. તસવીરો શેર કરતી વખતે રૂબિના દિલૈકે કેપ્શનમાં લખ્યું, "અમે ડેટિંગ શરૂ કર્યું ત્યારથી વચન આપ્યું છે કે અમે લગ્ન કરીશું અને હવે અમે સાથે મળીને દુનિયાની શોધ કરીશું અને હવે એક પરિવાર તરીકે અમે ટૂંક સમયમાં અમારા નાના યાત્રીનું સ્વાગત કરીશું." !''






જ્યારે રૂબિના દિલૈકએ ઇનડાયરેક્ટલી કરી હતી પોતાની પ્રેગનન્સીની પુષ્ટિ - 
ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં રૂબિના દિલૈક પોતાના પતિ સાથે અમેરિકામાં વેકેશન માણી રહી છે. થોડા દિવસો પહેલા રૂબીનાએ તેની યુટ્યુબ ચેનલ પર તેના અમેરિકા પ્રવાસનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં અભિનેત્રીએ શરૂઆતથી જ તેની સફરની સંપૂર્ણ ઝલક બતાવી હતી.


વીડિયોના એક ભાગમાં, જ્યારે રૂબિના દિલૈક તેની ફ્લાઈટમાં ચઢવા માટે તૈયાર થઈ, ત્યારે તેણે પોતાની એક ઝલક બતાવી. આમાં અભિનેત્રી તેના બેબી બમ્પ સાથે સ્પષ્ટ રીતે જોવા મળી હતી, જે તેને પાછળથી તેના હાથથી છુપાવી હતી. બાદમાં જ્યારે રૂબીના ફ્લાઈટમાં ચઢી ત્યારે તે ફ્લાઈટના ઉપરના કેબિનેટ પર તેની બેગ રાખતી જોવા મળી હતી. અહીં પણ બેગ રાખતી વખતે તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાતો હતો.


થોડા દિવસો પહેલા અભિનેત્રીની નજીકના સૂત્રએ 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ને જણાવ્યું હતું કે તે ચાર મહિનાની ગર્ભવતી છે. સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે રૂબીના અને અભિનવ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. તેઓ આવતા વર્ષની શરૂઆતમાં માતા-પિતા બનશે. સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે રૂબીના અને અભિનવ બંને આ સમાચાર ખાનગી રાખવા માંગે છે અને તેથી જ રૂબીના મીડિયાની નજરથી દૂર રહેવા અમેરિકા ગઈ છે. અત્યારે અમે અભિનેત્રીને આ નવી સફર માટે અભિનંદન આપીએ છીએ.