Samay Raina Show Cancelled: રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી રહી છે. ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં કરવામાં આવેલી અશ્લીલ ટિપ્પણીઓને કારણે રણવીર અને સમય મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સમય રૈનાનો શો જે અમદાવાદમાં થવાનો હતો તે હવે રદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા'ઝ ગોટ લેટેન્ટ શો અમદાવાદના ઔડા સ્થિત શેલા ઓડિટોરિયમમાં યોજાવાનો હતો.
આ શોનું આયોજન સુરતની એક ઇવેન્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ શો ૧૯ અને ૨૦ એપ્રિલના રોજ યોજાવાનો હતો. ટિકિટની કિંમત ૯૯૯ રૂપિયા, ૧૪૯૯ રૂપિયા અને ૨૫૦૦ રૂપિયા હતી. બુક માય શોએ અમદાવાદ તેમજ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં શોનું બુકિંગ બંધ કરી દીધું છે.
રણવીરે પૂછ્યો હતો અશ્લિલ સવાલ
તમને જણાવી દઈએ કે સમય રૈનાનો શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ તેના બોલ્ડ કન્ટેન્ટને કારણે સમાચારમાં રહે છે. તેના છેલ્લા એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ મખીજા અને આશિષ ચંચલાની દેખાયા. આ શોમાં રણવીરે એક સ્પર્ધકને અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો. જેના કારણે તેનો ખુબ વિરોધ થયો હતો અને તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી ચછે.
રણવીરનું આ નિવેદન વિવાદાસ્પદ બન્યું. તેમની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. વિવાદ વધ્યા બાદ રણવીરે માફી પણ માંગી લીધી. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે કોમેડી તેનો પ્રકાર નથી. તેમણે શોમાં જે કહ્યું, તે તેમણે ન કહેવું જોઈતું હતું. તે પોતાના શબ્દો માટે માફી માંગે છે.
બી-પ્રાકે પોડકાસ્ટ રદ કર્યો
જોકે, લોકો રણવીર સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. બી-પ્રાકે તેની સાથેનો પોડકાસ્ટ રદ કર્યો. મુકેશ ખન્નાએ કહ્યું કે આવા લોકોને ગધેડા પર બેસાડીને તેમના ચહેરા કાળા કરીને ફેરવવા જોઈએ. અન્નુ કપૂર, રવિ કિશન, મીકા સિંહ, શૈલેષ લોઢાએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં રણવીર અલ્હાબાદિયાએ માતાપિતાની ઇન્ટીમેટ લાઇફ પર જે વિવાદીત નિવેદન આપ્યું હતું તેને લઇને ઘણો હોબાળો મચી ગયો છે. આ કેસમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સહિત 5થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ બધા પર 'અશ્લીલતા' ને પ્રોત્સાહન આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને ગુવાહાટીમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચો....