Rohitashv Gaud Shared Video: ભાભીજી ઘર પર હૈ (Bhabi Ji Ghar Par Hai) શો સામાન્ય રીતે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ હાલ આ શોના ચર્ચામાં રહેવાનું કારણ ખુબ દુઃખદ છે. થોડા દિવસો પહેલાં જ આ શોમાં મલખાનની ભૂમિકામાં જોવા મળતા દીપેશ ભાને (Deepesh Bhan) દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતા અહેવાલો મુજબ દીપેશ ભાન ક્રિકેટ રમવા ગયો હતો અને આ દરમિયાન અચાનક જ તેની તબિયત ખરાબ થઈ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ દીપેશ ભાનને મૃત જાહેર કર્યો હતો. 


દીપેશ ભાને ખુબ જ નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી છે. તેમને જણાવી દઈએ કે, ફક્ત ઓનસ્ક્રીન જ નહી પરંતુ રિયલ લાઈફમાં દીપેશ ઘણો મજેદાર માણસ હતો. જ્યાં રહેતો હતો બધાને હસાવતો હતો. દીપેશ તેના ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. હવે ભાભીજી ઘર પર હૈના મનમોહન તિવારી એટલે કે, રોહિતાશ ગૌડે (Rohitash Gaud) દીપેશ ભાનનો છેલ્લો વીડિયો શેર કર્યો છે. શુક્રવારે શૂટિંગ પુર્ણ કર્યા બાદ તેમણે સાથે આ વીડિયો બનાવ્યો હતો અને આગલા દિવસે એટલે કે શનિવારે આ વીડિયો શેર કરવાનો હતો.


પરંતુ કિસ્મને આ મંજુર નહોતું અને શનિવારે સવારે જ દીપેશ ભાનનું નિધન થયું હતું. રોહિતાશ ગૌડે દીપેશ ભાનનો આ છેલ્લો વીડિયો શેર કરતાં લખ્યું કે, "આ અમારા નાના ભાઈ દીપેશ ઉર્ફ મલકાન સાથેનો છેલ્લો વીડિયો જે અમે મેકઅપ રુમમાં શુટ કર્યો હતો. કેટલો 'જીવતો' માણસ હતો. જ્યાં પણ જેવી રીતે તું હોય સુખમાં રહેજે મારા ભાઈ આ ઉપરવાળાને કામના છે."