મુંબઇઃ ટીવીનો લોકપ્રિય શૉ ધ કપિલ શર્મા આજકાલ મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયો છે. શિવપુરી જિલ્લાની કોર્ટમાં સોની ટીવી પર ચાલનારા લોકપ્રિયા કપિલ શર્માના એક એપિસૉડ વિરુદ્ધ એફઆઇઆર કરાવવાની માંગ ઉઠી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, એક એપિસૉડમાં શૉના કેટલાક કલાકારો મંચ પર ખુલ્લેઆમ દારુ પીને અભિનય કરતા દેખાયા છે. જ્યારે બોટલ પર લખેલુ રહે છે કે દારુ પીવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દારૂ પીને એક્ટિંગ કરી હોવાનો આક્ષેપોથી શૉ સામે પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ પણ અપાયો છે.
ફરિયાદ કરનારા શિવપુરીના વકીલે સીજેએમ કોર્ટમાં એફઆઇઆરની અરજી કરી ચે. કેસની આગામી સુનાવણી 1લી ઓક્ટોબર નક્કી થઇ છે. વકીલનુ કહેવુ છે કે- સોની ટીવી પર પ્રસારિત થનારા કપિલ શર્માનો શૉ એકદમ ખરાબ છે. આમાં છોકરીઓ પર પણ ખરાબ કૉમેન્ટ કરવામાં આવે છે, એક શૉમાં તો મંચ પર ખરેખરમાં સાર્વજનિક રીતે દારુ પીવામાં આવ્યો, આ ખરેખરમાં કોર્ટ ઉભી કરવામા આવી. આ કાયદાનુ ઉલ્લંઘન અને કોર્ટની અવમાનના છે. એટલે મે કોર્ટમાં કલમ 356/3 અંતર્ગત દોષીઓ પર એફઆઇઆર નોંધાવાની માંગ કરી છે.
અરજીમાં 19 જાન્યુઆરી 2020ના તે એપિસૉડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનુ રિપીટ ટેલિકાસ્ટ 24 એપ્રિલ 2021એ થયુ હતુ. વકીલનો દાવો છે કે શૉમાં બતાવવામાં આવ્યુ છે કે, કોર્ટના સેટ બનાવીને ત્યાં એક કેરેક્ટરને દારુના નશામાં એક્ટ કરતો બતાવવામં આવ્યો. આ કોર્ટની અવમાનના છે.
ટીઆરપીમાં ‘કપિલ શર્મા શૉ’----
દરેક વખતની જેમ કપિલ શર્માનો કૉમેડી શૉ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. કપિલ શર્મા એકવાર ફરીથી દર્શકોના દિલોમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તેનો શૉ આ અઠવાડિયે બીજા નંબર પર રહ્યો છે. જ્યારે જાણીતો કૉમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ અઠવાડિયે પહેલા નંબર પર છે. આ અઠવાડિયે રૂપાલી ગાંગુલીનો ટીવી શૉ ‘અનુપમા’ ત્રીજા નંબર પર છે.