Shraddha Arya Baby: લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી શ્રદ્ધા આર્યા તેની પ્રેગ્નન્સીને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે અભિનેત્રીને છોકરો હશે કે છોકરી. હવે આ રાહ પુરી થઈ છે, કારણ કે શ્રદ્ધાએ માત્ર એક જ નહીં પરંતુ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. હા, તેમના ઘરે એક છોકરી અને એક છોકરાનો જન્મ થયો છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ ખુશખબર આપી અને એક ક્યૂટ વીડિયો પણ શેર કર્યો છે.


જોડિયા બાળકોની માતા બની શ્રદ્ધા આર્યા 
શ્રદ્ધા આર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. જેમાં હૉસ્પિટલની અંદર માત્ર ફૂગ્ગા જ દેખાય છે. ગુલાબી બલૂન પર બેબી ગર્લ અને બ્લુ બલૂન પર બેબી બૉય લખેલું છે. અભિનેત્રી બંને બાળકોને ખોળામાં બેસાડી રાખેલી જોવા મળે છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “ખુશીઓની બે નાની નાની ગઠરીઓએ અમારા પરિવારને પુર્ણ બનાવ્યો છે, અમારુ હ્રદય બેગણું ભરેલું છે. #TwinBlessings, #ABoyAndAGirl અને #BestOfBothTheWorlds. 






ફેન્સે આપ્યા શ્રદ્ધા આર્યાને અભિનંદન  
અભિનેત્રીની જાહેરાત મિનિટોમાં વાયરલ થઈ ગઈ. એક યૂઝરે લખ્યું, “શ્રદ્ધા તારા માટે ખુબ ખુશ! તમારા નાના બાળકો અનંત ખુશીઓ લાવે." અન્ય એક યૂઝરે લખ્યું, “કુંડલી ​​ભાગ્યની પ્રિતા આખરે મા બની ગઈ છે. હું ખૂબ જ ખુશ છું... તમારા બાળકો ખૂબ જ સુંદર હશે... તમારી જેમ જ." અન્ય એક યૂઝરે લખ્યું, "અભિનંદન... ઘરમાં બેવડી ખુશી આવી ગઈ છે... તમારા બાળકો ખૂબ જ સુંદર છે." તેણીના કુંડલી ભાગ્યના સહ કલાકારો ધીરજ ધૂપર અને અંજૂમ ફકીહ જેવી હસ્તીઓએ પણ તેણીને શુભેચ્છા પાઠવી હતી અને તેણીના જોડિયા બાળકોને "સ્વપ્ન સાકાર" તરીકે વર્ણવ્યા હતા.


આ પણ વાંચો


Arrested: નરગીસ ફખરીની બહેનની અમેરિકામાં ધરપકડ, બે લોકોને જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ