નવી દિલ્હીઃ હિટ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ચાઇલ્ડ એક્ટર્સને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. દર્શકોએ આ બાળકોને બાળપણથી મોટા થતાં જોયા છે. શૉનો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) એટલે કે જુની 'સોનુ'ને લોકો હજુ પણ ખુબ પ્રેમ કરી રહ્યાં છે. હંમેશા તેની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે, અને ફેન્સને પણ તે ખુબ પસંદ આવે છે. હવે નિધિ ભાનુશાળીની કેટલીક અનદેખી તસવીરો વાયરલ થઇ છે જેમાં ગંદી હરકતો દેખાઇ રહી છે. 


ગોલીએ શેર કરી સોનુની તસવીરો.....
એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali)ના કૉ-એક્ટર કુશ (Kush), જે ગોલીની ભૂમિકા નિભાવી રહ્યો છે, તેને કેટલીક તસવીરો શેર કરી છે, આ તમામ તસવીરો નિધિ ભાનુશાળીની છે. તેની આ ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ તાજેતરની નથી પરંતુ ત્રણ વર્ષ જુની છે. પણ હવે આ પૉસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. ખરેખરમાં, આઠ તસવીરોના કલેક્શનમાંથી ત્રીજી તસવીર બધાનુ ધ્યાન ખેંચી રહી છે. આ તસવીરમાં નિધિ ભાનુશાળી અચાનક વળીને પૉઝ આપી રહી છે, પરંતુ લોકોનુ ધ્યાન તેના પૉઝ પર નથી.  




બેકગ્રાઉન્ડને ખેંચ્યુ બધાનુ ધ્યાન- 
એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali)ની આ તસવીરમાં લોકોની નજર તેના પાછળ દેખાઇ રહેલા બેકગ્રાઉન્ડ પર છે. આ તસવીરમાં પાછળ બે લોકો લપટેલા દેખાઇ રહ્યાં છે. ગંદી હરકતો કરી રહ્યાં છે. તસવીરો જોયા બાદ લોકોને લાગી રહ્યું છે કે પાછળ બેસેલા લોકો કિસ કરી રહ્યાં છે. કુશ અને નિધિના ફેન્સ તસવીરો જોઇને તેમને સવાલો કરી રહ્યાં છે કે ત્રીજી તસવીરમાં શું થઇ રહ્યું  છે.



ફેન્સ જ નહીં શૉના ડયારેક્ર માલવ રાજદાની પત્ની પ્રિયા આહુજા (Priya Ahuja) પણ બન્નેને એ જ સવાલ પુછી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયા આહુજાએ જ તારક મહેતા શૉમાં રીટા રિપોર્ટરની ભુમિકા છે.  


એક્ટ્રેસ નિધિ ભાનુશાળી (Nidhi Bhanushali) ના કૉ-એક્ટર કુશ (Kush) એ આ તસવીરો એક્ટ્રેસના જન્મદિવસ પર શેર કરી હતી. આના કેપ્શનમાં તેને લખ્યું હતુ કે - નિધિ ભાનુશાળીની અનદેખી તસવીરો....... હેપ્પી બર્થડે... વળી, પ્રિયા આહુજાએ તસવીર પર કૉમેન્ટ કરતા લખ્યું- ત્રીજી તસવીર... લોકો જાણવા માંગે છે કુશ, બતાવી દો કોણ છે તે. કોઇએ પણ ખુલાસો નથી કર્યો કે આ તસવીરમાં દેખાઇ રહેલો શખ્સ કોણ છે. વળી કેટલાક લોકો વિચારી રહ્યાં છે તે બીજુ કોઇ નહીં ગોલી એટલે કે કુશ જ છે. કેટલાક લોકોએ કૉમેન્ટમાં લખ્યુ પણ છે કે- ગોલી બેટા મસ્તી નહીં........