Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેનનું નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ સાંભળવા મળે એટલે સૌથી પહેલા સો કોઈને દયાબેનનું પાત્ર યાદ આવે છે. જો કે દિશા વાકાણીએ લાંબા સમયથી નાના પડદાથી દૂરી બનાવી લીધી છે. શોમાં ઘણી વખત દિશાની વાપસીના સમાચાર આવ્યા હતા પરંતુ તેમાં કોઈ સત્ય નહોતું. તે જ સમયે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિશા તેની આપવીતી સંભળાવતી જોવા મળી રહી છે. વીડીયો જોયા બાદ ફેન્સ સમજી શકતા નથી કે દિશા સાથે શું થયું છે. તો જાણો આ વાયરલ વીડિયોનું સત્ય...


દયાબેને વર્ણવી દર્દનાક કહાની 


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દિશા વાકાણી એક બાળકને હાથમાં પકડેલી જોવા મળી રહી છે. આ સાથે તે પોતાની દર્દનાક કહાની કહી રહી છે.  જેમાં તેની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યાં નથી. તે રડી રહી છે અને સિસ્ટમને દોષી ઠેરવી રહી છે. દિશાના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.






વીડિયો પર યુઝર્સે કરી કોમેન્ટ 


આ વાયરલ વીડિયો એક ફિલ્મનો છે. આ ફિલ્મ હતી 'સી કંપની', જે 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તુષાર કપૂર, મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં હતા. તુષાર કપૂર પત્રકારની ભૂમિકામાં છે અને દિશા વાકાણીની આપવીતીને દુનિયાને સંભળાવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, 'હવે સમજાયું કે દયા ભાભી આટલી બધી ખોવાયેલી કેમ રહે છે', જ્યારે બીજાએ લખ્યું, 'તારક મહેતામાં પાછા જાઓ.'


દિશા વાંકાણી કરશે કમબેક? 


તમને જણાવી દઈએ કે દિશા વાકાણીના 'તારક મહેતા' શોમાં કમબેક કરવાની ચર્ચા ઘણા સમયથી સામે આવી રહી છે. ચાહકો પણ ઈચ્છે છે કે દયાબેન શોમાં પાછા ફરે. પરંતુ તે ખરેખર શોમાં પરત ફરશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. અભિનેત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર વિદ્યા સાથે લગ્ન કર્યા છે. જ્યારે દિશા બે બાળકોની માતા છે અને તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. દિશાની પુત્રીનો જન્મ 2017માં થયો હતો, જ્યારે 2022માં તેણે પુત્રને જન્મ આપ્યો હતો.