Taarak Mehta Ka Ooltah Chashmah: છેલ્લા 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરીયલ દર્શકોના દિલ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. જેઠાલાલ, બબીતા ભાભીથી લઈને દયાબેન સુધીના તમામ પાત્રો દર્શકોના દિલોમાં જીવે છે. જો તમે વર્ષોથી આ શો જોતા હોવ તો તમને ખબર પડશે કે તમામ પાત્રો કેટલા મનોરંજક છે અને એક પાત્ર એવું છે જે વર્ષોથી તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. તેની દુલ્હનને જોવા માટે ફેન્સ પણ ઉત્સાહિત છે. જો કે હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
અમે વાત કરી રહ્યા છીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠકની, જે શોમાં તેના લગ્ન માટે ખૂબ જ આતુર છે, પરંતુ હવે આખરે તેના લગ્ન થવાના છે. ટૂંક સમયમાં જ થઈ રહ્યા છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોપટલાલ પોતે એમ કહેતા જોવા મળી રહ્યા છે કે, શ્રીમતી પોપટલાલ પણ આ શોમાં આવવાના છે. આટલું જ નહીં, વીડિયોમાં તેમની સાથે નવા તારક મહેતા એટલે કે સચિન શ્રોફ પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં બાપુજી એટલે કે અમિત ભટ્ટ સચિનના વખાણ કરી રહ્યા છે.
પોપટલાલના લગ્ન અંગે અસિત મોદીનું શું કહેવું છે?
તાજેતરમાં, TMKOCના નિર્માતા અસિત મોદીએ પણ જાહેરાત કરી હતી કે, પોપટલાલ ટૂંક સમયમાં લગ્ન કરશે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પોપટલાલ ક્યારે વરરાજા બનશે? ત્યારે અસિત મોદીએ કહ્યું કે, મને પણ ક્યારેક દયા આવે છે કે, હવે પોપટલાલે લગ્ન કરી લેવા જોઈએ. જો કે, જ્યારે પણ હું સર્વે કરું છું ત્યારે મને 50-50 પરિણામો મળે છે. હું પણ મૂંઝવણમાં છું કે પોપટલાલે લગ્ન કરવા જોઈએ કે નહીં.