Raj Anadkat Fees In Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી એક્ટર રાજ અનડકટે (Raj Anadkat) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપ્પૂના રૉલ માટે ઓળખવામાં આવે છે. તે વર્ષોથી શૉ સાથે જોડાયેલો હતો, તે સૌથી ઇમ્પૉર્ટન્ટ કેરેક્ટર્સમાંથી એક હતો. ભલે તે તમામ પાત્રમાં સૌથી નાનો હતો, પંરતુ મેકર્સ પાસેથી એક એપિસૉડ માટે મોટી રકમ વસૂલતો હતો. જાણો તેની ફી વિશે......... 

Continues below advertisement

તારક મહેતામાં રાજ અનડકટની ફી  - રાજ અનડકટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માંથી વિદાય લઇ લીધી છે.ટપ્પૂના લાખો ફેન્સ માટે આ ચોંકાવનારો નિર્ણય છે, તાજેતરમાં તેને શૉ છોડવાની પુષ્ટી કરી છે. હવે તેની ફી વિશે વાત કરીએ તો, ઇકૉનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, રાજ અનડકટ એક એપિસૉડ માટે 10 હજારથી 20 હજાર રૂપિયા સુધી વસૂલતો હતો. 

રાજ અનડકટે તારક મહેતા શૉ છોડ્યો - ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે રાજ અનડકટ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દેશે. પરંતુ દરેક વખતે તે આ સમાચારોને અફવા ગણાવતો હતો. જોકે, આ વખતે ટપ્પુએ પોતે જ સોશિયલ મીડિયા પર શો છોડવાની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા રાજ અનડકટે કહ્યું હતું કે સમય આવી ગયો છે જ્યારે તમામ અટકળો અને પ્રશ્નોનો અંત લાવવો જોઈએ. નીલા ફિલ્મ્સ અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે મારો કરાર સત્તાવાર રીતે સમાપ્ત થાય છે.

Continues below advertisement

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે વધુ વાત કરતાં તેણે લખ્યું હતું કે હું ઘણું શીખ્યો છું. મિત્રો બનાવ્યા. આ તેમની કારકિર્દીના શ્રેષ્ઠ વર્ષો હતા. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને આ પ્રવાસમાં સાથ આપ્યો. તારક મહેતાની સમગ્ર ટીમ, મારા મિત્રો, પરિવાર અને તમામ બધાનો આભાર. તમે બધાએ મને ટપ્પુ તરીકે અપનાવ્યો, પ્રેમ આપ્યો. તમારા સમર્થનને કારણે મને સારું કરવાની હિંમત મળતી રહી. તારક મહેતાની આખી ટીમ અને શોને ભવિષ્ય માટે શુભકામનાઓ.

થોડા મહિના પહેલા રાજ અનડકટે રણવીર સિંહ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટો દ્વારા તેણે જણાવ્યું હતું કે તેનું વર્ષો જૂનું સપનું પૂરું થયું. જો કે, તે સ્વપ્ન શું હતું. તેણે આ વિશે કોઈ માહિતી શેર કરી નથી. રાજે વચન આપ્યું છે કે તે ટૂંક સમયમાં એક નવા માધ્યમ દ્વારા લોકોનું મનોરંજન કરતો જોવા મળશે.

રાજ અનડકટ પહેલા ભવ્ય ગાંધી તારક મહેતામાં ટપ્પુનું પાત્ર ભજવતો હતો. ભવ્યના ગયા પછી રાજ અનડકટ 2017માં શોમાં જોડાયો હતો. ટપ્પુના પાત્રમાં રાજને લોકોનો ઘણો પ્રેમ મળ્યો અને તે બધાનો ફેવરિટ બની ગયો. આવી સ્થિતિમાં તારક મહેતામાં તેની ગેરહાજરી વર્તાશે.