ખાસ વાત છે કે કપિલ શર્મા ફરીથી પિતા બનવાના છે, એટલા માટે તે આ શૉથી બ્રેક લઇ રહ્યાં છે. આગામી દિવસોમાં તેની પત્ની બીજા એક બાળકને જન્મ આપવાની છે. કૉમેડિયન કપિલ શર્મા શરૂઆતી ત્રણ મહિનાઓમાં પોતાની પત્ની અને બેબીની સાથે રહેવા ઇચ્છે ચે. તેની એક નાની દીકરી અનાયરા પણ છે, જે હજુ બહુ જ નાની છે. ફેન્સની સાથે એક ચેટ સેશનમાં કપિલ શર્માએ આશ્વાસન આપ્યુ કે તે એક નાનો બ્રેક લઇ રહ્યો છે, અને બહુ જલ્દી વાપસી કરશે. એક ફેને કપિલ શર્માને પુછ્યુ- શું કપિલ શર્મા શૉ બંધ થઇ રહ્યો છે? આના પર કપિલે કહ્યું- માત્ર એક નાનો બ્રેક છે....
બેબીની સ્વાગત માટે લીધી રજાઓ.....
આ પછી એક ફેને તેને પુછ્યુ કે શૉ ઓફ એર કેમ થઇ રહ્યો છે? આના પર કપિલે જણાવ્યુ કે કેમકે નવી બેબીનુ સ્વાગત માટે મને મારી પત્નીની સાથે ઘરે રહેવાની જરૂર છે. વળી એક બીજા ફેને કપિલને પુછ્યુ કે આ વખતે તેમને છોકરો જોઇએ કે છોકરી? કોઇપણ હોય તેને કોઇ પ્રૉબ્લમ નથી, પણ પ્રાર્થના કરુ છુ કે એક સ્વસ્થ બાળક હોય.