મુંબઇઃ ટીવી એક્ટ્રે્સ તૃપ્તિ શંખધર જેને તમે ટીવી શૉ કુમકુમ ભાગ્યમાં જોઇ છે. તેને હવે એક મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રી તૃપ્તિ શંખધરે સોશ્યલ મીડિયા પર એક વીડિયો પૉસ્ટ કરીને કહ્યું કે, તેને તેના પિતા તરફથી મોતની ધમકીઓ મળી રહી છે, તેને પોતાના પિતા વિરુદ્ધ અનેક પ્રકારના આરોપો લગાવ્યા છે. તૃપ્તિ શંખધરની સાથે આ વીડિયોમાં તેના પરિવારના બીજા સભ્યો પણ દેખાઇ રહ્યાં છે. એક્ટ્રેસ તેની માતા, ભાઇ અને બહેન પોતાના પિતાના ડરથી ઘર છોડીને ભાગી નીકળ્યા છે.



અભિનેત્રી તૃપ્તિ શંખધર વીડિયોમાં કહી રહી છે કે મારા પિતા મને મારવા માંગે છે. વાળ પકડીને મને ધસડે છે, તે મારા હાથોને કાપવાની કોશિશ કરી ચૂક્યા છે. તે મને મારી મરજીથી કંઇ જ નથી કરવા દેતા. અભિનેત્રીના પિતા રામ રતન શંખધર કહી રહ્યાં છે કે મુંબઇ મોકલવામાં જે પૈસા ખર્ચ કર્યા છે તેને પાછા આપ નહીં તો મારી મરજીથી લગ્ન કર.



તૃપ્તિ શંખધર કહી રહી છે કે તે ફક્ત 19 વર્ષની છે અને તેના પિતા તેના લગ્ન કોઇ 28 વર્ષના છોકરા સાથે કરાવવા માંગે છે. તૃપ્તિ શંખધરનુ કહેવુ છે કે તેના પિતા તેની માને પણ મારઝૂડ કરે છે. એક્ટ્રેસે આરોપ લગાવ્યો કે તેને પોલીસ પાસે પણ મદદ માંગવાની કોશિશ કરી પણ મદદ નથી મળી. અભિનેત્રી તૃપ્તિ શંખધર કહે છે કે મારા પિતા ગમે તે હદ સુધી જઇ શકે છે, અમારા લાપતા હોવાની ખોટી રિપોર્ટ પણ પોલીસમાં લખાવશે, જેથી તે અમને શોધીને મારી શકે. તે ઘણા ચાલક છે અને કંઇક પણ કરી શકે છે. પ્લીઝ તેમની વાતને ના માનો અમારી મદદ કરો.



તૃપ્તિ શંખધરએ કહ્યું કે, તે હાલ પોલીસ સ્ટેશનમાં છે, અને મારા પિતા રામ રતન શંખધર પણ અહીં છે. પોલીસમાં ફરિયાદ કરી હતી, જેથી પોલીસ તેમને પકડીને અહીં લાવી છે, પરંતુ હું તેમની વિરુદ્ધ કોઇ કાયદેસરની કાર્યવાહી નથી કરવા માંગતી, અને નથી ઇચ્છતી કે તેમને જેલ થાય.