Disha Vakani Unseen Pics: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને ચાહકોનું મનોરંજન કરનાર અભિનેત્રી દિશા વાકાણી આ દિવસોમાં શોમાંથી ગાયબ છે. ચાહકો તેને શોમાં પાછા જોવા માંગે છે. તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે, અભિનેત્રી દિવાળીમાં શોમાં પુનરાગમન કરી શકે છે. જો કે અભિનેત્રીની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


જાહેર છે કે, દિશાએ 2017માં મેટરનિટી લીવ લીધી હતી. ત્યાર બાદ તે શોમાં માત્ર એક જ વાર એપિસોડ (કેમિયો) માટે જોવા મળી હતી. આ સિવાય તે શોમાંથી સતત ગાયબ છે. રજા પર ગયા બાદ તે લાઈમલાઈટમાંથી પણ ગાયબ છે. તે મીડિયા અને કેમેરાને પણ ટાળતી જોવા મળી રહી છે.


જોકે, હાલમાં જ દિશા જોવા મળી હતી. તે એક ચાહકના વ્લોગમાં જોવા મળી હતી. ફેને દિશાને મળવાનો વ્લોગ પણ YouTube પર શેર કર્યો છે.


ઓળખી શકાય એવી પણ નથી રહી દિશા વાકાણી


આ વીડિયોમાં દિશા મેકઅપ વગર જોવા મળી રહી છે. તેણે પીળા રંગનું ટોપ અને બ્લુ પેન્ટ પહેર્યું છે. વીડિયોમાં તે એકદમ અલગ જ દેખાઈ રહી છે. તેની ઓળખવી ખૂબ મુશ્કેલ છે. તેણે ફેન્સ સાથે પોઝ પણ આપ્યા હતા. તેની સ્મિત ચાહકોના દિલ ઘાયલ કરવા કાફી છે. ચાહકોને તેની સરળ શૈલી પસંદ આવી રહી છે.




તેના ચાહકો તેને ભેટ પણ આપે છે. પહેલા તો દિશાએ તેને લેવાની જ ના પાડી દીધી હતી, પરંતુ પછીથી ફેન્સના આગ્રહ પર તે એ ભેટ સ્વીકારે છે. વીડિયોમાં દયા ફેન્સને મોબાઈલમાં મેકઅપ વગેરે કરવાનું કહે છે.


આ સિવાય દિશા વીડિયોમાં એમ પણ કહી રહી છે કે, મને સમય નથી મળતો કારણ કે મારા બે બાળકો છે.


જાહેર છે કે, એક સમયે ટીઆરપી મામલે ટોચનો શો ગણાતો તારક મહેતા કા ઉલ્ટા ચસમા આજકાલ અનેક વિવાદોમાં સપડાયો છે. શોમાં કામ કરી ચુકેલી અભિનેત્રીઓ અને અન્ય પાત્રો નિર્માતાઓ પર એક પછી એક ગંભીર આરોપ લગાવી રહ્યાં છે. 


ટીવીની સૌથી પૉપ્યૂલર કૉમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેક ઉંમરના લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે, શૉ છેલ્લા 12 વર્ષથી ઓડિયન્સનુ એન્ટરટેન કરી રહ્યો છે. શૉમાં એક લાંબી સ્ટાર કાસ્ટ છે પરંતુ આમાં દયાબેનની ભૂમિકા ભજવનારી દિશા વાકાણી સૌથી પૉપ્યૂલર રહી છે. અહીં અમે દિશાની તે ફિલ્મો વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં તેમને કામ કર્યુ.


દિશા વાકાણીએ ઐશ્વર્યા રાય બચ્ચન અને ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ જોધા અકબરમાં કામ કર્યુ છે. તેને ફિલ્મમાં માધવની ભૂમિકા નિભાવી હતી. દિશા વાકાણી શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દિક્ષિત સ્ટારર 'દેવદાસ'માં દેખાઇ હતી. ફિલ્મમાં તેને સખીની ભૂમિકા નિભાવી હતી.


વર્ષ 2008માં આવેલી પ્રિયંકા ચોપડા અને હરમન બવેજા સ્ટારર 'લવ સ્ટૉરી 2050'માં પણ દિશા વાકાણીએ નાનો રૉલ કર્યો હતો. ફિલ્મમાં તે એક કામવાળીના રૉલમાં દેખાઇ હતી. વર્ષ 2008માં ફિલ્મ 'સી કંપની'માં દિશા વાકાણીએ એક વિધવાની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને રાજપાલ જેવા એક્ટર હતા.


https://t.me/abpasmitaofficial