Tunisha Sharma Death Case: નાના પડદાની જાણીતી અભિનેત્રીઓમાંની એક તુનિષા શર્માની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે મુંબઈમાં તુનિષા શર્માના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તુનિષા શર્માના અંતિમ સંસ્કારમાં ટીવી જગતના તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા. તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં આરોપી એવા અભિનેતા શિઝાન મોહમ્મદ ખાનની માતા અને બહેન ટીવી અભિનેત્રી ફલક નાઝ પણ તુનિષાની અંતિમ વિદાયમાં ખૂબ રડતી જોવા મળી હતી. આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેને જોઈને તમારું દિલ પણ રોઈ ઉઠશે.


 






તુનિષા શર્માના અંતિમ સંસ્કાર વખતે શિઝાનની બહેનની હાલત ખરાબ


તુનિષા શર્માના જવાથી તેના પરિવાર અને નજીકના લોકો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તુનિષા શર્માના અંતિમ સંસ્કાર સમયે તેની માતા વનિતા શર્માના હાલ બેહાલ જોવા મળી રહ્યા હતા.તો બીજી તરફ અભિનેત્રીની આ અંતિમ યાત્રામાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી. તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અભિનેતા શિઝાન ખાનની બહેન ફલક નાઝ, તેની માતા સાથે, તુનિષાને અંતિમ વિદાય આપવા માટે આવી હતી. પરંતુ આ દરમિયાન ફલક નાઝની હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ હતી. જેનો તમે આ વીડિયો પરથી અંદાજ લગાવી શકો છો. શિઝાનની માતા પણ તેના આંસુ રોકી શકી નહોતી. ફલક નાઝનો આ વીડિયો અને કન્ડિશન જોઈને ચોક્કસ તમારું દિલ ચોંકી જશે અને ક્યાંક તમે ભાવુક પણ થઈ જશો.






 


 


 






તુનિષા અને ફાલ્કી સારા મિત્રો હતા


તુનિષા શર્માના તેના પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાનના પરિવાર સાથે ખૂબ સારા સંબંધો હતા. આટલું જ નહીં તુનિષા શર્મા અને શિઝાનની બહેન ફલક નાઝ વચ્ચે સારું બોંડિંગ હતું. આ બંને અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો શેર કરતી હતી. આવી સ્થિતિમાં સ્પષ્ટપણે કહી શકાય કે ફલક નાઝ સાથે તુનિષા વચ્ચેના સંબંધો ખૂબ જ સારા રહ્યા હતા. જણાવી દઈએ કે તુનિષા શર્માના મૃત્યુ પછી ચોક્કસ ફલકનું દિલ તૂટી ગયું છે.