મુંબઇઃ બિગ બૉસ-14ના ઘરે કેટલાય સ્ટાર્સ પહોંચી ચૂક્યા છે. આ ઘરમાં અભિનેત્રી હિના ખાન, સિદ્વાર્થ શુક્લા અને ગૌહર ખાન જેવા સેલેબ્સ પણ પહોંચ્યા છે, જે પહેલી સિઝનમાં ઘરમાં રહી ચૂક્યા છે. વળી ક્યારેય તમે વિચાર્યુ છે કે કોણ કેટલા પૈસા લેતુ હશે. સુત્રો અનુસાર સિદ્વાર્થ શુક્લા બધાથી વધુ ફી લેવાના હતા, પરંતુ હવે એવા રિપોર્ટ છે કે હિના ખાન ઘરે સમય વિતાવવા માટે ગઇ સિઝનના વિજેતા સિદ્વાર્થ શુક્લાથી વધુ પૈસા લઇ રહી છે.


સુત્રો અનુસાર હિના ખાનને બિગ બૉસ-14માં બે અઠવાડિયા સુધી રહેવા માટે તગડી ફી મળી રહી છે, અને બિગ બૉસના ઘરમાં બાકીના ખર્ચાની સાથે હિના ખાનનુ બે અઠવાડિયાનુ પેકેજ 72 લાખ બતાવવામાં આવી રહ્યું છે. જોકે, આ રિપોર્ટને લઇને ના તો બિગ બિસના મેકર્સ કોઇ જાણકારી આપી છે, અને ના હિના ખાને ફીને લઇને આવેલા સમાચારોની પુષ્ટી કરી છે.

આ સિઝન બિગ બૉસમાં પ્રતિયોગિઓની સાથે મળીને બિગ બૉસ સિઝનના વિનર પણ બે અઠવાડિયા માટે આ ઘરનો ભાગ બનીને આવ્યા છે. નવા કન્ટેસ્ટન્ટ્સનુ માર્ગદર્શન કરતા અલગ અલગ કાર્યોની સાથે આ તોફાની સીનિયર્સ દર્શકોનું ખુબ મનોરંજન પણ કરી રહ્યાં છે.



બિગ બૉસની ગઇ સિઝનમાં એક પ્રતિયોગી તરીકે આવનારા અને આ સિઝનમાં બિગ બૉસ ગેસ્ટ તરીકે આવવામાં અંતર છે. આ કેલાક મહિનાઓમાં શુક્લા મીડિયાના માધ્યમથી એક મોટા સ્ટાર બની ગયા છે.