મુંબઇઃ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેલેબ્સ કોરોના કાળમાં પણ લગ્ન કરી રહ્યાં છે, હવે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમરાઇ ગયુ છે. ટીવીની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) આગામી મહિને લગ્ન કરવા જઇ રહી છે. સમાચાર છે કે, કરિશ્મા તન્ના છેલ્લા ઘણા સમયથી વરુણ બંગેરાને (Varun bangera) ડેટ કરી રહી છે, અને હવે બંને લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ વાત ખુદ અભિનેત્રીએ કરી છે. 


ખાસ વાત છે કે એક્ટ્રેસ કરિશ્મા તન્ના મુંબઇમાં ફોટોગ્રાફરોને મળી હતી તે દરમિયાન ફોટોગ્રાફર્સ દ્વારા તેને લગ્નની તારીખ પૂછવામાં આવી, આના જવાબમાં ખુદ કરિશ્મા તન્નાએ કહ્યું કે અમારા લગ્ન 5 ફેબ્રુઆરીએ છે. 


એક્ટ્રેસ કરિશ્મા તન્ના 4થી ફેબ્રુઆરીએ મહેંદી ફન્ક્શન કરશે, અને 5મી ફેબ્રુઆરીએ બિઝનેસમેન પ્રેમી વરુણ સાથે લગ્નના બંધનમાં બંધાઇ જશે. લગ્ન બાદ બંને 6 ફેબ્રુઆરીએ રિસેપ્શન કરશે. ખાસ વાત છે કે એક્ટ્રેસ સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી બન્ને રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરવાની છે. જોકે આ તમામમાં કોરોનાના વધતા જતા કેસો અને પ્રોટોકોલનું પાલન કરવાને કારણે કદાચ લગ્નમાં ઓછા લોકો હાજરી આપશે. 


ફિલ્મોની વાત કરવામાં આવે તો તેણે વર્ષ 2005માં ફિલ્મ દોસ્તી ફ્રેન્ડ્સ ફોરએવરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ગ્રાન્ડ મસ્તી, ગોલુ ઔર પપ્પુ, સંજુ, સૂરજ પે મંગલ ભારી અને લાહોર કોન્ફિડેન્શિયલમાં કામ કર્યું છે.






આ પણ વાંચો.........


વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે


ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે


GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર


IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.


ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા


Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો