મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અને બિગ બૉસ ઓટીટી કન્ટેસ્ટન્ટ રિદ્ધિમા પંડિત (Ridhima Pandit) એ પોતાના તસવીરો અને વીડિયોથી ફેન્સની સાથે કનેક્ટ રહે છે. અવારનવાર તે પોતાની તસવીરો શેર કરે છે અને ચર્ચામાં આવી જાય છે, હવે આ જ રીતે તેને પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે.
રિદ્ધિમા પંડિતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. આ લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ ગુલાબી કલરની વન પીસ ડ્રેસ પહેરીને શાનદાર અંદાજમાં પોતાના પગ પર ત્રોફાવેલુ ટેટૂ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. રિદ્ધિમા પંડિતનો આ અંદાજ સોશ્યલ મીડિયા પર ઝડપથી ફેન્સની વચ્ચે વાયરલ થઇ રહ્યો છે. ફેન્સને તેનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
આ તસવીરો શેર કરતાં રિદ્ધિમા પંડિતે લખ્યું, “નોક નોક, ત્યાં કોણ છે? હું તમને રોકવાની હિંમત કરું છું!!” સોશિયલ મીડિયા યૂઝર્સ રિદ્ધિમાની આ તસવીરોને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. સાથે જ કોમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસના વખાણ પણ કરી રહ્યા છે. જોકે વળી કેટલાક લોકો આ તસવીરો પર ખરાબ કૉમેન્ટ કરી રહ્યાં છે, અને ટ્રૉલ પણ કરી રહ્યાં છે.
પરંતુ એક્ટ્રેસનો આ હૉટ અંદાજ તેનો માટે મુસીબત બની ગઇ છે, કેમ કે તે ટેટૂ ફ્લૉન્ટ કરી રહી હતી તે સમયે તેના પગની સાથળો સાથેનો ભાગ દેખાઇ રહ્યો હતો, હવે આના પર સોશ્યલ મીડિયા પર લોકો કૉમેન્ટ્ કરવા લાગ્યા છે.