Shafaq Naaz On Her Tough Phase: શિઝાન ખાન ટીવી અભિનેત્રી તુનિષા શર્માના આત્મહત્યા કેસમાં આરોપી છે. શિઝાનને તાજેતરમાં જ જામીન મળ્યા છે અને હાલમાં તે કેપટાઉનમાં ખતરોં કે ખિલાડી 13નું શૂટિંગ કરી રહ્યો છે. આ બધાની વચ્ચે શિઝાનની બહેન અને અભિનેત્રી શફાક નાઝે એક ઇન્ટરવ્યુમાં પરિવારની મુશ્કેલીઓ વિશે વાત કરી અને અને લોકો કેવું વિચારે છે. સાથે જ કહ્યું બધું સમાપ્ત થઈ ગયું છે અને આગળ વધવાનો સમય આવી ગયો છે.






શફાક નાઝના છલકાયા આસું


એચટી સિટીને આપેલા એક ઇન્ટરવ્યુમાં શફાક નાઝે તેના ભાઈ શિઝાન ખાનની તુનિષા આત્મહત્યા કેસમાં ધરપકડ કર્યા પછી પરિવાર દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે વાત કરી. શફાક નાઝે કહ્યું, “જે બન્યું છે તેની પ્રક્રિયા કરવા માટે હું હજી પણ સંઘર્ષ કરી રહ્યો છું. હું હજી પણ મારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરું છું. કેટલીકવાર તે બધું ખૂબ જ જબરજસ્ત હોય છે. કોઈને ખ્યાલ નથી કે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છું


સોશિયલ મીડિયા પર લોકો હત્યારાની બહેન કહે છે


શફાકે વધુમાં કહ્યું કે, "લોકોએ મારી અને મારા પરિવાર માટે એક ઈમેજ બનાવી છે. જ્યારે પણ હું સોશિયલ મીડિયા પર જાઉં છું ત્યારે મને અમારી સામે આવી કઠોર ટિપ્પણીઓ જોવા મળે છે તેઓ 'યે તો કાતિલ કી બેહેન હૈ' જેવી વાતો લખતા પહેલા વિચારતા નથી. હું એમ ન કહી શકું કે તેનાથી કોઈ ફરક પડતો નથી. તે ચોક્કસપણે મને અસર કરે છે, તે મને તોડે છે."


બધું જાણવા છતાં ઈન્ડસ્ટ્રીએ સાથ ન આપ્યો


શફાક શોબિઝની "અત્યંત કઠોર" વાસ્તવિકતા વિશે પણ વાત કરે છે અને કહે છે કે, "અમારી સાથે જે કંઈ પણ થયું, અને અમે જેમાંથી પસાર થઈ રહ્યા હતા તે બધા જાણતા હતા. મને ઇન્ડસ્ટ્રીના લોકોથી એક આશા હતી કે તેઓ મને સ્પોર્ટ કરશે. સાથે  જ મારો વિશ્વાસ પણ કરશે. જો કે તેમાંથી મને કઈ પણ ના મળ્યું. સોશિયલ મીડિયા એ દબાણ બનાવ્યું જો કે ઇન્ડસ્ટ્રી અને આજુબાજુના લોકો પણ હતા જેઓએ મને જે મહેસુસ કરાવ્યું તે હું આજે પણ કરું છું. હું પોતાને ચપ્પુ વડે નુકસાન પણ પહોંચાડી શકતી હતી. મને સમયની જરૂરિયાત હતી. જ્યારે હું અરીસો જોતી હતી ત્યારે મને મારો ચહેરો જોવો પણ નહોતો ગમતો. જો કે મને આ બધુ ઠીક કરવા માટે સમય જોતો હતો