Urfi Javed Video: સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાના હૉટ વીડિયો અને તસવીરોને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. હંમેશા ઉર્ફી જાવેદ પોતાના લૂક અને ફેશન, સ્ટાઇલના કારણે ટ્રૉલ પણ થાય છે. ઉર્ફી જાવેદ ફરી એકવાર કંઇક આવો જ વિચિત્ર ડ્રેસ પહેરીને આવી છે અને ટ્રૉલર્સ એક્ટિવ થઇ ગયા છે.
તાજેતરમાં જ ઉર્ફી જાવેદે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેસ બ્લૂ કલરની બિકીની પહેરીને દેખાઇ રહી છે. પરંતુ ખાસ વાત છે કે, છે કે બ્લૂ બિકીનીની સાથે ઉર્ફીએ કતરન વાળી દોરડુ વીંટાળ્યુ છે, આ જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે. કેટલાક ફેન્સ આને ઉમદા સ્ટાઇલ ગણાવી રહ્યાં છે, તો કેટલાક ફેન્સ આને લઇને ઉર્ફી જાવેદને ટ્રૉલ કરી રહ્યાં છે. એક યૂઝરે ટ્રૉલ કરતા લખ્યું- આવી રસ્સી તો અમારા ત્યાં ભેંસોને બંધાય છે, વળી બીજાએ લખ્યું- કતરનથી બનાવેલુ દોરડુ. ઉર્ફીને જુદીજુદી રીતે ડ્રેસિંગ સ્ટાઇલને લઇને લોકો ટ્રૉલ કરી રહ્યાં છે.
જોકે આવુ પહેલીવાર નથી બન્યુ કે ઉર્ફી જાવેદએ વિચિત્ર અંદાજમાં કપડાં પહેર્યા હોય, આ પહેલા પણ ઉર્ફી જાવેદ જુદીજુદી સ્ટાઇલના કપડાં પહેરીને ટ્રૉલ થઇ ચૂકી છે. હાલમાં ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પર 3.2થી વધુ ફોલોઅર્સ છે.
---
આ પણ વાંચો...........
Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'
Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત
HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI
કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા