Krushna Abhishek On The Kapil Sharma Show : કૃષ્ણા અભિષેકને નાના પડદાનો શ્રેષ્ઠ અભિનેતા માનવામાં આવે છે. તેણે ઘણા વર્ષો સુધી 'ધ કપિલ શર્મા શો'માં સપના બનીને લોકોનું મનોરંજન કર્યું. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી શોમાંથી તેની ગેરહાજરી હતી. કૃષ્ણા અભિષેક તેના બેસ્ટ કોમિક ટાઈમિંગ માટે જાણીતો છે. નાના પડદાની દુનિયામાં ફેન્સ તેને ખૂબ મિસ કરે છે.


શોને અધવચ્ચેથી છોડ્યા બાદ કૃષ્ણા અભિષેક હવે શોમાં પાછો ફર્યો છે. પાછો ફરતાની સાથે તરત જ તેણે ખુલાસો કર્યો છે કે, તેનું બ્રેઈનવોશ કોણે કર્યું હતું. 'ધ કપિલ શર્મા શો' તરફથી એક ફની વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે, આખરે કેમ તે કપિલ શર્માના શોમાં પાછો નહોતો ફરી રહ્યો.


સપનાના પાત્રમાં મારી એન્ટ્રી


કૃષ્ણા અભિષેકે શોમાં જોડાયા બાદ શૂટિંગ શરૂ કરી દીધું છે. તેના લેટેસ્ટ એપિસોડનો પ્રોમો પણ સામે આવ્યો છે. આ પ્રોમોમાં કપિલ શર્મા અને અન્યોને કહે છે, "ઇતના મિસ કિયા આપ લોગો ને હમે ઔર મેરે કો બુલાયા ભી નહીં."


કૃષ્ણા અભિષેકનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું


આના પર કપિલ કહે છે કે, મેં તને ફોન કર્યો હતો પરંતુ તું જાતે જ નહોતો આવી રહ્યો. કપિલના ડાયલોગ પર સપના બની ગયેલા કૃષ્ણા અભિષેક જણાવે છે કે, તે આવવા માંગતો હતો, પરંતુ તેનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે, પૈસાએ તેનું બ્રેઈન વોશ કર્યું છે.


કૃષ્ણા અભિષેકની આ વાત સાંભળીને અર્ચના પુરણ સિંહ અને કપિલ શર્મા ખડખડાટ હસી પડ્યા હતાં. જ્યારે બાકીના કલાકારો અને પ્રેક્ષકો પણ પોતાની જાતને હસતા રોકી શકતા નથી.




મામલો પૈસા પર અટવાયેલો હતો


કૃષ્ણા અભિષેકે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 'ધ કપિલ શર્મા શો'ને અલવિદા કહ્યું હતું. ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટ લેટરમાં પગાર સહિત ઘણા મુદ્દા છે. મામલો માત્ર પૈસા પર અટવાયેલો હતો, પરંતુ હવે તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે.


Kapil Sharma : કૃષ્ણા અભિષેકે 'ધ કપિલ શર્મા શો'માં કમબેકને લઈ તોડ્યું મૌન


Krushna Abhishek On 'The Kapil Sharma Show': 'ધ કપિલ શર્મા શો' છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. એક તરફ જ્યાં જૂન મહિનામાં થોડા સમય માટે શો બંધ થવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કૃષ્ણા અભિષેક ફરી એકવાર શોમાં પરત ફરશે. આ શોમાં કૃષ્ણા 'સપના'નું પાત્ર ભજવતો હતો. ચાર વર્ષ સુધી કપિલના શોનો હિસ્સો રહેલા કૃષ્ણા અભિષેકે વર્તમાન સિઝન છોડવાનો નિર્ણય લીધો હતો. કહેવાય છે કે, કોન્ટ્રાક્ટમાં કેટલીક સમસ્યાઓના કારણે આમ થયું હતું. હવે કહેવામાં આવી રહ્યું છે કે, 10 દિવસ પહેલા મેકર્સે ફરી એકવાર કૃષ્ણાનો સંપર્ક કર્યો છે અને તેને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.


'બોમ્બે ટાઈમ્સ' સાથેની વાતચીતમાં કૃષ્ણાએ પુષ્ટિ કરી છે કે, શો મેકર્સે તેમની સાથે વાત કરી છે. પરંતુ સાથે જ કોમેડિયન-એક્ટરનું કહેવું છે કે મામલો ફરી પૈસા પર આવીને અટકી પડ્યો છે. આ સમાચારની પુષ્ટિ કરતા કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે, 'હા, મને કપિલ શર્મા શોના નિર્માતાઓનો ફોન આવ્યો હતો. તેઓ ઈચ્છે છે કે હું શોમાં પાછો ફરું. જો કે, અમે હજુ સુધી પૈસા અને કોન્ટ્રાક્ટને લઈને અંતિમ વાટાઘાટો સુધી પહોંચ્યા નથી. મામલો ફરી પૈસા પર અટક્યો છે.