Hina Khan Village Life: જ્યારે હિના ખાન બિગ બૉસના ઘરમાં પહોંચી ત્યારે તેને પોતાના ફેશન સ્ટેટમેન્ટથી કેટલીય લાઇમલાઇટ ચોરી લીધી હતી. આ શૉ પછી તેને પોતાના નામ સાથે એક ગ્લેમરસ દિવાનો ટેગ પણ મળ્યો. અભિનેત્રીની સ્ટાઈલ હંમેશા ફેન્સને પસંદ આવે છે. તે વેસ્ટર્નથી એથનિક સુધીની દરેક સ્ટાઇલમાં અદભૂત દેખાય છે. હાલમાં જ હિના ખાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દેશી અંદાજમાં જોવા મળી રહી છે. તેને પંજાબી સ્ટાઈલનો સૂટ પહેર્યો છે. હૂપ્સ ઇયરરિંગ્સ કેરી કરી છે. એક્ટ્રેસ આ આખા લૂકમાં શાનદાર હસીના લાગી રહી છે.


હિના ખાને પહેલીવાર બનાવી ચૂલા પર રોટલી - 
આ વીડિયોમાં હિના ખાન એક ગામમાં ચૂલા પર રોટલી બનાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં હિના ખાન ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. ગોળ રોટલી જોઈને તે ખુશ થાય છે. આ ઉપરાંત તેને ગોફણ પણ ચલાવ્યું હતું. વીડિયો શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું- 'પહેલીવાર મેં ગામના ચૂલા પર ગોળ રોટલી બનાવી. ગોફણ પણ ચલાવી. કેટલાક ફેન્સને હિનાની આ સ્ટાઈલ પસંદ આવી રહી છે તો કેટલાક લોકો તેને ટ્રૉલ કરી રહ્યા છે અને તેને દેખાડો ન કરવાની સલાહ આપી રહ્યા છે.






યૂઝર્સે આપી કરી રહ્યાં છે કૉમેન્ટ્સ - 
એક યૂઝરે લખ્યું, 'આટલો બધો દેખાડો ના કરો યાર...રોટલી બનાવવી કોઇ શરમની વાત નથી. એક યૂઝરે લખ્યું, 'આ લોકો કેમ ટ્રીટ કરે છે જેને બાળપણથી ક્યારેય રસોડું જોયુ જ નથી. અરે તમારી ઉંમર 35 તો ઓછી નહીં હોય જો તમને એક રોટલી બનાવતા નથી આવડતી તો તમે મહાન છો. એક યૂઝરે લખ્યું, 'હિના જી હવે રોટલી બનાવવા આવડી ગઇ છે, તો હવે તમારે પણ લગ્ન કરી લેવા જોઈએ.' વળી, કેટલાક ફેન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.