Viral Video of Thapki Pyaar Ki: સોશ્યલ મીડિયા પર ક્યારે શું  વાયરલ થઇ  જાય તેનુ કંઇજ નક્કી નથી હોતુ. છેલ્લા કેટલાક દિવસોથી એક ટીવી સીરિયલ 'થપકી પ્યાર કી' (Thapki Pyar Ki)નો એક સીન સોશ્યલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. આ સીનને જોયા બાદ યૂઝર્સ આના પર જાતજાતના રિએક્શન્સ આપી રહ્યાં છે. વીડિયો  જોયા બાદ  લોકો આની ખુબ મજાક ઉડાવી રહ્યાં છે, પરંતુ જાણવાની વાત એ છે કે એવુ શું છે આ વીડિયોમાં કે લોકો આની આટલી બધી મજાક ઉડાવી રહ્યાં છે.  


ખરેખરમાં, આ વીડિયોમાં એક્ટર એક ખાસ અનોખા અંદાજમાં એક્ટ્રેસના માથામાં સિંદૂર ભરે છે. લોકો આને જોઇને ચોંકી ગયા છે, અને જાતજાતના મીમ્સ (Memes) બનાવીને મજાક ઉડાવી રહ્યાં છે. વીડિયોમાં વાત એવી છે કે, આ સીનમાં એક્ટ્રેસ ડ્રેસિંગ ટેબલની પાસે ઉભી રહે છે, તેનો પતિ (એક્ટર) ભીની જમીન પરથી લપસી પડે છે, આ પછી જે કંઇક  થાય છે તે જોઇને  તમે પણ હંસી નહીં રોકી શકો.  



જુઓ વીડિયો - 
વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક્ટરનો પગ લપસી જાય છે, તેની પત્ની તેને સંભાળી લે છે. પરંતુ તે દરમિયાન એક્ટરના  હાથોમાં એક્ટ્રેસના માથામાં સિંદુર લાગી જાય છે. આની સાથે જ બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલુ મ્યૂઝિક પણ લોકોને ખુબ એટ્રેક્ટ કરી રહ્યાં છે. કલર્સ ટીવીના આ વીડિયોને લોકો જોરદાર શેર કરી રહ્યાં છે. 2 મિનીટ 36 સેકન્ડનો આ વીડિયોને ફેસબુક પર 19 લાખથી વધઉ વાર જોવામાં આવી ચૂક્યો છે, અને 9 હજારથી વધુ લોકો આના પર કૉમેન્ટ કરી ચૂક્યા છે.