મુંબઈ : તેલુગુ ફિલ્મ ‘અર્જૂન રેડ્ડી’થી લોકપ્રિય બનેલા એક્ટર વિજય દેવરકોંડાએ પોતાના એનજીઓ મારફતે હજારો મધ્યમ વર્ગના પરિવારોને લોકડાઉનમાં મદદ પહોંચાડી છે. વિજય ‘ધ દેવરકોંડા ફાઉન્ડેશન’ના સંસ્થાપક છે અને તેમના ફાઉન્ડેશને અત્યાર સુધી 17,723 મધ્યમવર્ગના પરિવારોને કરિયાણાનો સામાન અને બુનિયાદી જરૂરત ઉપલબ્ધ કરાવી હતી.

સંગઠને કોર્પોરેટસને પણ મદદ કરવાની અપીલ કરી હતી જેના બાદ 535 લોકોએ આ કામમાં તેમની મદદ કરી હતી. વિજય સામાજિક કાર્યમાં પણ સક્રિય છે. એપ્રિલ 2019માં તેમણે ‘યુથ ધ ફર્સ્ટ જોબ પ્રોગ્રામ’ સાથે યુવાઓના કેરિયરને પુનર્જીવિત કરવામાં યોગદાન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ અનેક ફિલ્મ સ્ટાર્સે મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરી છે. બોલિવૂડ એક્ટર સોનુ સૂદે હજારો શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે. અમિતાભ બચ્ચે પણ મુંબઈના માહિમ દરગાહ અને હાજી અલી દરગાહ ટ્રસ્ટ સાથે મળીને બસો દ્વારા શ્રમિકોને તેમના વતન પહોંચાડ્યા હતા.