'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' મુદ્દે પીછે હઠ નહી કરીશ, આ મારા જીવનનું શાનદાર કામ: અનુપમ ખેર
મુંબઈ: બોલિવુડ અભિનેતા અનુપમ ખેરે પોતાની નવી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ને પોતાના જીવનનો શાનદાર અભિનય ગણાવ્યો છે. અનુપમ ખેરે કહ્યું હતું કે તે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર આધારિત આ ફિલ્મના વધતા વિવાદના કારણે પીછે હઠ કરશે નહીં. આ ફિલ્મમાં પૂર્વ પીએમનો રોલ ભજવનાર અભિનેતાએ ફિલ્મ રિલીઝ રોકવાની મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસની ધમકી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસે ખુશ થવું જોઈએ કે તેમના નેતા ઉપર ફિલ્મ બનાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મનું ટ્રેલર ગુરુવારે રિલીઝ થયું હતું. આ ફિલ્મ 2004થી 2008 સુધી મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુના પુસ્તક ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર આધારિત છે. ફિલ્મના ટ્રેલર પર કોંગ્રેસે સખત પ્રતિક્રિયા આપી છે.
મહારાષ્ટ્ર યુથ કૉંગ્રેસે ફિલ્મના નિર્માતાને પત્ર લખીને ફિલ્મની સ્પેશલ સ્ક્રિનિંગ રાખવાની માંગ કરી છે. આ સાથે જ જો તેમની માગ નહી માનવામાં આવે તો કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં ફિલ્મ બેન કરવાની ધમકી પણ આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -