થોડા દિવસ પહેલાં રિશીના પોતાના ફેન્સ સાથે લાઇવ ચેટ કરી રહી હતી. મનોરંજનની દુનિયામાં ડ્રગ્સના દૂ,ણ અંગે વાત ચાલતી હતી ત્યારે એક યુઝરે કહ્યું કે, તમે ડ્રગ્સ નહીં લેવાનો દાવો કરો છો પણ તમારી વાત પર અમે વિશ્વાસ કઈ રીતે કરી શકીએ ?
રિશીના આ વાતથી અપસેટ થઇ ગઇ હતી પણ ફેન્સનો શક તેને યોગ્ય લાગ્યો હતો. પોતાના ફેન્સ સામે ડ્રગ્સ લેતી નથી એવું સાબિત કરવા તેણે ડ્રગ્સ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો. રિશીનાએ લખ્યું કે, મારી માતા મને હંમેશાં મારી ચિંતા કરીને પૂછે છે કે તારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ ડ્રગ્સ નથી લેતું ને ? એ લોકો સારા તો છે ને ? તેનો આ પ્રશ્ર અને ડર મને યોગ્ય લાગતાં મેં સામેથી નક્કી કર્યું કે, હું પોતે જ ડ્રગ ટેસ્ટ કરાવી લઉં કે જેથી દરેકને ભરોસો બેસે.