Bollywood:અભિનેત્રી અદા શર્માને 'ધ કેરળ સ્ટોરી'માં તેની ભૂમિકા માટે દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મે પણ સારી કમાણી કરી હતી. આ ફિલ્મથી અભિનેત્રીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ તેને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે.
ફિલ્મની સફળતા બાદ અભિનેત્રી ટૂંક સમયમાં નવું ઘર ખરીદવા માટે તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અદા 26 ઓગસ્ટે બાંદ્રા પશ્ચિમમાં મોન્ટ બ્લેન્ક એપાર્ટમેન્ટમાં જોવા મળી હતી.
આ એ જ બિલ્ડિંગ છે જ્યાં સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો અને અદા એ જ ફ્લેટ ખરીદવાની તૈયારી કરી રહી છે જ્યાં સુશાંત રહેતો હતો. સૂત્રોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. થોડા સમય પહેલા અહેવાલો કહે છે કે સુશાંતના ફ્લેટ માટે ભાડૂત શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે તે એ જ એપાર્ટમેન્ટ હતું જ્યાં તેમણે સુસાઇડ કરી હતી. આ ફ્લેટનું ભાડું 5 લાખ રૂપિયા પ્રતિ માસ હતું.
જો કે, અદાહ આ એપાર્ટમેન્ટ ખરીદી રહી છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો , અદાહે તાજેતરમાં એક્સ (જેનું અગાઉ નામ ટ્વીટર હતુ) કરીને કહ્યું છે કે, આગળ તે કઇ ફિલ્મ પર કામ કરી રહી છે તે વિશે ટૂંક સમયમાં જ જાહેરાત કરશે.
તેણે આગળ કહ્યું, “મેં 2022 માં કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું, જેમાં એક તેલુગુ ફિલ્મની સીડીનો સમાવેશ થાય છે. જ્યારે, એક ફિલ્મ ગિરગિટ હતી, જેમાં મેં પોલીસની ભૂમિકા ભજવી હતી છે. આ સિવાય મારી પાસે એક શોર્ટ ફિલ્મ કોફુકુ અને અન્ય કેટલીક ફિલ્મો છે જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. હું આ અંગે ખૂબ જ ઉત્સાહિત છું.
આ પણ વાંચો
Chandrayaan 3: ચંદ્રયાન-3 માટે આગામી 13થી 14 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ, જાણો કેમ?
Rajkot: સૌરાષ્ટ્ર ભાજપના કયા દિગ્ગજ નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ ? જાણો શું છે મામલો
IPOs Next Week: રૂપિયા રોકવા રહો તૈયાર, આગામી સપ્તાહે આવી રહ્યા છે આ કંપનીના આઈપીઓ
Cashew Effect: કાજુનું સેવન વજન વધારતું નથી પરંતુ ઘટાડે છે બસ આ રીતે કરો સેવન