The Kerala Story Row: ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી'ને લઈને વિવાદ હજુ ચાલુ જ છે, અને હવે આ મામલો રાજકીય બની ગયો છે. આ કડીમાં હવે મુસ્લિમ યૂથ લીગની કેરળ રાજ્ય સમિતિએ ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી'માં લગાવેલા 'આરોપો'ને સાબિત કરનાર વ્યક્તિને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં, સુદીપ્તો સેનની આ ફિલ્મમાં એવું છે કે, રાજ્યમાંથી ગાયબ થઈને ISISમાં જોડાઈ ગયેલી 32,000 મહિલાઓના ધર્માંતરણની સ્ટૉરી બતાવવામાં આવી છે. 


આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, ફિલ્મમાં ખોટા તથ્યો બતાવવામાં આવ્યા છે અને તેના દ્વારા એક ખાસ સમુદાય વિરુદ્ધ નફરતના બીજ રોપવાનો મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે મુસ્લિમ યૂથ લીગની કેરળ સ્ટેટ કમિટીએ ફિલ્મની સ્ટૉરીને સાચી સાબિત કરવાની ચેલેન્જ આપી છે, અને તેને સાબિત કરનારને એક કરોડનું ઈનામ આપવાની પણ ઓફર કરી છે. 


4 મેએ પુરાવા રજૂ કરવા માટે ખોલવામાં આવશે કલેક્શન સેન્ટર - 
ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી' 5 મેના દિવસે થિએટરોમાં રિલીઝ થઈ રહી છે. મુસ્લિમ યૂથ લીગે કહ્યું કે, 4 મેના દિવસે દરેક જિલ્લામાં કલેક્શન સેન્ટર ખોલવામાં આવશે, જેથી ફિલ્મમાં કરાયેલા દાવાઓના પુરાવા રજૂ કરવામાં આવે. કોઈપણ વ્યક્તિ કલેક્શન સેન્ટરોમાં જઈને પુરાવા આપી શકે છે.


જ્યાં એકબાજુ તરફ મુસ્લિમ સમુદાય ફિલ્મ 'ધ કેરળ સ્ટૉરી'ની સ્ટૉરી પર સવાલો ઉઠાવી રહ્યું છે, તો બીજીબાજુ રાજ્ય સરકાર પણ આ ફિલ્મનો વિરોધ કરી રહી છે. કેરળના મુખ્યમંત્રીએ ફિલ્મ પર રાજ્યને ધાર્મિક ઉગ્રવાદનું કેન્દ્ર ગણાવવાનો આરોપ લગાવ્યો છે.


સીએમ વિજયનના કહેવા પ્રમાણે, ફિલ્મ 'લવ જેહાદ'નો મુદ્દો ઉઠાવીને રાજ્યમાં સંઘ પરિવારના એજન્ડાનો પ્રચાર કરી રહી છે. તેમને સંઘ પરિવાર પર "સાંપ્રદાયિકતાના ઝેરી બીજ વાવીને" રાજ્યમાં ધાર્મિક સદભાવનાને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ મુક્યો હતો.


સીએમ વિજયને કહ્યું, 'ફિલ્મના ટ્રેલરમાં અમે જોયું કે કેરળમાં 32,000 મહિલાઓનું ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામિક સ્ટેટની સભ્ય બનાવવામાં આવી હતી. આ બનાવટી સ્ટૉરી સંઘ પરિવારના જૂઠ્ઠાણાની ફેક્ટરીની ઉપજ છે.