Russia-Ukraine War Casualties: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 14 મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને દેશોને ઘણું નુકસાન થયું છે. દરમિયાન, એક અમેરિકન અધિકારીએ સોમવાર (1 મે) ના રોજ જણાવ્યું હતું કે પૂર્વી યુક્રેનમાં છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ  દરમિયાન 20,000 થી વધુ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય 80 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

Continues below advertisement






અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ પત્રકારોને જણાવ્યું કે અમારું અનુમાન છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન 20,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 80,000 થી વધુ લોકો ઘાયલ થયા છે.


માર્યા ગયેલા સૈનિકોની ભરતી ખાનગી લશ્કરી કંપની વેગનર દ્વારા કરવામાં આવી હતી


જ્હોન કિર્બીએ કહ્યું હતું કે ડોનબાસમાં રશિયાનું આક્રમણ સફળ રહ્યું નથી. વાસ્તવમાં રશિયા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કોઈપણ યુક્રેનિયન પ્રદેશને કબજે કરવામાં અસમર્થ રહ્યું છે. કિર્બીએ તાજેતરમાં ક્લાસીફાઇડ યુએસની ગુપ્ત જાણકારીને ટાંકીને જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાંથી અડધાથી વધુની ભરતી ખાનગી લશ્કરી કંપની વેગનર દ્વારા કરવામાં આવી હતી, જે રશિયામાં જેલની ભીડ પછી લોકોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહી છે.


યુએસ ડેટા અનુસાર, બખ્મુતની લડાઈમાં બંને દેશોને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં રશિયાએ શહેરના એક નાના ભાગને છોડીને તમામ વિસ્તારોમાંથી યુક્રેનિયન સૈનિકોને ભગાડી દીધા છે. ડિસેમ્બરની શરૂઆતથી જ આ વિસ્તારમાં લડાઈ શરૂ થઈ ગઈ છે. જ્હોન કિર્બીએ કહ્યું કે ખાસ કરીને બખ્મુતમાં કબજો કરવાનો રશિયાએ સૌથી વધુ વખત પ્રયાસ કર્યો છે. રશિયાએ અહીં તેના ઘણા સૈનિકો ગુમાવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેનાને બખ્મુતમાં જ સૌથી વધુ અને ભયંકર નુકસાન થયું છે. જો કે, અમેરિકાએ યુક્રેનિયન સૈનિકોના મૃત્યુની માહિતી શેર કરી નથી.


World Highest Paid Country: અમેરિકા, બ્રિટન નહીં આ દેશના લાકો મેળવે છે સૌથી વધુ પગાર, જાણો કયા નંબરે છે ભારત ?


Indian People Monthly Salary: 1લી મે ઇન્ટરનેશનલ લેબર ડે છે, આ બધાની વચ્ચે એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારતીયોની એવરેજ સેલેરી 50 હજારથી ઓછી છે, ભારતની સાથે સાથે આ રિપોર્ટમાં દુનિયાના અન્ય દેશોના નાગરિકોની એવરેજ માસિક વેતન વિશે જાણકારી આપવામાં આવી છે. આ લિસ્ટમાં 23 એવા દેશે છે, જેની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયાથી ઓછી છે.  


ટૉપ 10 દેશ જ્યાં સૌથી વધુ સેલેરી મેળવે છે લોકો  - 
વર્લ્ડ સ્ટેટિક્સ ડેટા અનુસાર, દુનિયાના 10 દેશ લોકોની એવરેજ સેલેરી સૌથી વધુ આપી રહ્યાં છે. આમાં સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપુર, યૂએસએ, આઇસલેન્ડ, કતાર, ડેનમાર્ક, યૂએઇ, નેધરલેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ સામેલ છે. 


દુનિયામાં ભારત કયા નંબર પર  - 
ભારતથી સૌથી નીચી એવરેજ સેલેરી આપવાના મામલામાં તુર્કી, બ્રાઝિલ, આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, કોલંબિયા, બાંગ્લાદેશ, વેનેઝૂએલા, નાઇઝિરિયા, ઇજિપ્ત અને પાકિસ્તાન જેવા દેશ છે. ભારત માસિક સેલેરી આપવાના મામલામાં દુનિયામાં 65માં નંબર પર છે. જ્યારે પાકિસ્તાન 104માં નંબર પર છે. અમેરિકા આ લિસ્ટમાં 4થા નંબર પર છે, જ્યારે ચીન ચીન 44માં નંબર પર છે. 


આ લોકોને 4 લાખથી વધુ સેલેરી 
દુનિયાના ટૉપ ત્રણ દેશો એવા છે, જ્યાં નાગરિકોને સૌથી વધુ સેલેરી મળે છે, આની એવરેજ માસિક વેતન 4 લાખ રૂપિયાથી પણ ઓછુ છે. સ્વિત્ઝર્લેન્ડની સેલેરી 4,98,567 રૂપિયા, લક્ઝમબર્ગના લોકોની એવરેજ માસિક સેલેરી 4,10,156 રૂપિયા અને સિંગાપુરના લોકો 4,08,030 રૂપિયા પ્રતિ માસ વેતન મેળવે છે