‘એરલિફ્ટ’ના રિયલ લાઈફ હિરો મેથુની મેથ્યુનું કુવૈતમાં નિધન, અક્ષયે કર્યુ Tweet
કુવૈતનો એમિર પોતે રિયાધ ભાગી ગયો હતો અને તેના ભાઈની સદ્દામની સેનાએ હત્યા કરી હતી. કુવૈત ઈરાકે કબજે કરેલું 19મું ક્ષેત્ર હતું. ભારત સહિતની દરેક એમ્બેસી રાજધાનીમાંથી બસરા ખસેડવામાં આવી હતી. તે સમયે બગદાદની મુલાકાતે આવેલા ભારતના વિદેશ મંત્રી આઈ.કે ગુજરાલને મળવા માટે મેથ્યુ સહિત કેટલાક ભારતીયો બગદાદ ગયા હતા. જે પછી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે સદ્દામ સાથે નવી દિલ્લીથી વાટાઘાટો શરૂ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેથ્યુએ પોતે એકલા સુરક્ષિત બહાર નીકળવાને બદલે ફસાયેલા હજારો ભારતીયોની મદદ કરવા છેલ્લે સુધી ત્યાં રોકાયા હતા. આ ભારતીયો કુવૈતથી જોર્ડનની રાજધાની અમ્માનથી ભારત લવાયા હતા.
એરલિફ્ટના મેકર્સનો દાવો છે કે રણજીત કાત્યાલનું પાત્ર મેથ્યુ અને બીજા બિઝનેસમેન હરભજન સિંહ વેદીના જીવન પર આધારિત હતું. મેથ્યુ ઈંડિયન આર્ટ સર્લ, એક શાળા તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. જે ભારતીય પરિવારો પછીથી કુવૈત ગયા તેમને પણ ઘણી મદદ કરી હતી. મેથ્યુનું નિધન કુવૈતના કદિસીયામાં તેમના ઘરે થયું હતું. અંતિમ વિધિ માટે તેમના પાર્થિવ દેહને કેરળના એરાવીપેરૂર લાવવામાં આવશે.
નવી દિલ્લી: ‘એરલિફ્ટ’ ફિલ્મ જે ભારતીય વ્યક્તિના જીવનથી પ્રેરીત હતી તે મેથુની મેથ્યુનું 81 વર્ષની વયે કુવૈતમાં મૃત્યુ થયું છે. ભારતીય બિઝનેસ મેન મેથુની મેથ્યુ કે જેને લોકો ટોયોટા સનીના નામે પણ ઓળખતા તેમનું શુક્રવારે કુવૈતમાં નિધન થયું છે. 2જી ઓગસ્ટ 1990માં જ્યારે સદ્દામ હુસૈનની ઈરાકી સેનાએ કુવૈત પર હુમલો કર્યો ત્યારે 1.7 લાખ ભારતીયોને પકડ્યા હતા. જેમાંથી મોટા ભાગના મેથ્યુના વતન કેરળના હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -