વડોદરાઃ જયેશના દુષ્કર્મની પીડિતા સાથે મંગેતરે કર્યા લગ્ન, પત્નીને ન્યાય અપાવવા ચાલુ રાખશે લડત
મંગેતરે જણાવ્યું કે, કોઇપણ પ્રકારના ક્ષોભ, શરમ અને સંકોચ વગર મેં તેની સાથે લગ્ન કર્યાં છે. અન્યાય સામે પીડિત પત્નીને ન્યાય અપાવીને રહીશું. ભવિષ્યમાં કોઇ બહેન કે દીકરીની આબરૂ જાય તે માટે અમે મક્કમ રહીને કાનૂની રાહે લડી લઇશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ ભોગ બનેલી પીડિતા માનસિક રીતે ભાંગી પડી હતી. આ સમયે તેના મંગેતર નયને(નામ બદલ્યું છે) તેને સાથ આપ્યો હતો. તેને જીવનભર સાથ નિભાવવાનું વચન આપી ન્યાય મેળવવા માટે આખર સુધી લડવાની પણ ખાતરી આપી હતી. આ વચન પાળતા 5 મે 2017ના રોજ મંગેતરે તેની સાથે વતનમાં ધામધૂમથી લગ્ન કરી સમાજમાં દાખલો બેસાડ્યો હતો.
વડોદરા નજીક પીપળીયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલક ડો. જયેશ પટેલે ગત જૂન 2016માં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મનો મામલો ચર્ચામાં હતો. જયેશ પટેલે હોસ્ટેલની રેકટર ભાવના પટેલની મદદથી યુવતીને પોતાની રૂમમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. રાજ્ય સરકારે પણ ઘટનાને ગંભીરતાથી લઇ તપાસ માટે કમિટી પણ બનાવી હતી અને પોલીસે જયેશ પટેલની ધરપકડ કરી હતી અને હાલ જયેશ પટેલ જેલમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -