વર્ષ 2022ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'KGF 2'નું બીજું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થાય તે પહેલા મેકર્સે તેનું બીજું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં સંજય દત્તનો ખૂંખાર અવતાર બતાવવામાં આવ્યો છે, જ્યારે રવીન ટંડનની પણ દમદાર રૂપ બતાવવામાં આવ્યું છે. તમને યાદ હશે કે KGFની કહાની યશ એટલે કે રોકી ભાઈના હાથે માર્યા ગયેલા ગરુણાના મૃત્યુ સાથે પૂરી થાય છે. હવે આ કહાની તેમના મૃત્યુથી જ શરૂ થશે.


 



કેજીએફમાં ગરુણાના મૃત્યુ પછી શું થયું?


ટ્રેલરની શરૂઆતમાં એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે 'કેજીએફમાં ગરુણાના મૃત્યુ પછી શું થયું?' આ પછી ફિલ્મની એક ઝલક બતાવવામાં આવી છે. સંજય દત્ત KGFમાં ગરુણાના ભાઈ અધીરાની ભૂમિકા ભજવી રહ્યો છે. તો બીજી તરફ, રવિના ટંડન વડાપ્રધાનની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય પ્રકાશ રાજ, અનંત નાગ, શ્રીનિધિ શેટ્ટી અને અન્ય પીરિયડ એક્શન ડ્રામામાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.


તમને જણાવી દઈએ કે યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 1' વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને લોકોમાં એટલો ક્રેઝ હતો કે ફેન્સ ત્રણ વર્ષથી તેના બીજા ભાગના રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. KGF ચેપ્ટર 2 હિન્દી સહિત કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ પહેલા 16 જુલાઈ 2021ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કોરોનાને જોતા ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.


અભિનેતા યશ "KGF 2" માં રાજા કૃષ્ણપ્પા બૈર્ય ઉર્ફે રોકી ભાઈની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મ માટે અભિનેતાએ 25-27 કરોડ રૂપિયા લીધા હોવાના અહેવાલ છે. તો બીજી તરફ અભિનેત્રી રવિના ટંડન આ ફિલ્મમાં ભારતના વડાપ્રધાન રમિકા સેનની ભૂમિકામાં જોવા મળશે. એક અહેવાલ મુજબ, અભિનેત્રીએ આ ફિલ્મ માટે 1-2 કરોડ રૂપિયા લીધા છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત અધીરાની ભૂમિકામા જોવા મળશે. અભિનેતાએ KGF: ચેપ્ટર 2 માટે 9-10 કરોડ રૂપિયાની પી લીધી હોવાના અહેવાલ છે.