IPL 2022: દિલ્હી કેપિટલ્સે રોમાંચત મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવી દીધુ છે. 178 રનના રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે અક્ષર પટેલ અને લલિત યાદવની શાનદાર બેટિંગના શહારે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધુ હતું. આ મેચમાં અક્ષર પટેલ 17 બોલમાં 38 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જો કે 17મી ઓવરમા પહેલા બોલે અક્ષરને જીવનદાન મળ્યું હતું. જેમા પહેલા તેમનો કેચ છૂટ્યો અને પછી રન આઉટ ચાન્સ પણ મુંબઈએ ગુમાવ્યો. આ મોકાનો અક્ષરે પુરે પુરો ફાયદો ઉઠાવ્યો અને મેચની સ્થિતિ પલટી નાખી. 


 




178 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે એક સમયે માત્ર 72 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ છઠ્ઠી વિકેટ માટે લલિત યાદવ અને શાર્દુલ ઠાકુર વચ્ચે 32 રનની ભાગીદારી અને સાતમી વિકેટ માટે લલિત યાદવ અને અક્ષર પટેલ વચ્ચેની અણનમ 75 રનની ભાગીદારીએ મુંબઈ પાસે આવેલી જીત  છીનવી લીધી હતી. દિલ્હીએ 18.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો અને મુંબઈને 4 વિકેટે હરાવ્યું. દિલ્હી તરફથી લલિત યાદવે 48, અક્ષર પટેલે 38, પૃથ્વી શોએ 38 અને શાર્દુલ ઠાકુરે 22 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સનો કુલદીપ યાદવ 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.


દિલ્હીને જીત માટે 178 રનનો લક્ષ્યાંક


આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આક્રમક ઈનિંગ રમતા દિલ્હીને જીત માટે 178 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈ તરફથી ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમતા 48 બોલમાં નોટઆઉટ 81 રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી રોહિત અને ઈશાન કિશને શાનદાર શરુઆત અપાવી હતી. દિલ્હી તરફથી કુલદિપ યાદવે 3  વિકેટ ઝડપી હતી. 


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સામનો હતો. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં આ મેચ પહેલા લગભગ બરોબર રહી હતી. બંને ટીમો 30 વખત એકબીજા સાથે ટકરાયા હતા. જેમાં મુંબઈએ 16 અને દિલ્હીએ 14 મેચ જીતી હતી.