આ બોલિવૂડ એક્ટરે સલમાન ખાનને આપી ચેલેન્જ, કહ્યું- ‘હું ત્રણ વર્ષમાં બનાવી દઈશ સુપર ફ્લોપ’
abpasmita.in | 30 Dec 2019 07:33 AM (IST)
કેઆરકેએ એક અન્ય પોસ્ટમાં દાવો કર્યો કે સલમાન ખાને ટ્વીટરથી તેમની ફરિયાદ કરી છે.
નવી દિલ્હીઃ એક્ટર સલમાન ખાનના બર્થડે પર તેને અનેક બોલિવૂડ સ્ટારે અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ એક્ટર કમાલ આર ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સલમાન ખાનને લઈને અનેક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, ‘સલમાન ખાન સર, તમે નસીબદાર સુપરસ્ટાર છો. તમને એક્ટિંગ ન આવડતી હોવા છતાં પણ સુપરસ્ટાર છો.’ તેણે સલમાન ખાનને બર્થડે પર અભિનંદન પાઠવતા લખ્યું, ‘ભાઈ જાન સલમાન ખાન તમે હવે સુપલફ્લોફ છો. પરંતુ તેમ છતાં પણ તમને હું પસંદ કરું છું. હું તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. તમે દબંગ 3 જેવી ફિલ્મો આપતા રહ્યા. દબંગ 3ને 2019નું મોટું ડિઝાસ્ટર પણ રહ્યું.’ ત્યારબાદ કેઆરકેએ ટ્વીટ કર્યું છે કે, 'મેં સલમાન ખાનની ફિલ્મમાં રેસ 3, ટ્યૂબલાઈટ, ભારત અને દબંગ 3 બર્બાદ કરી છે. હું સલમાન ખાનને શાહરુખ ખાનની જેમ જ આગામી ત્રણ વર્ષની અંદર સુપર ફ્લોપ બનાવી દઈશ. સહ બ્રાન્ડ કેઆરકેની ચેલેન્જ છે. પંગો લેવો ન જોઈતો હતો ભાઈ' કેઆરકેએ એક અન્ય પોસ્ટમાં દાવો કર્યો કે સલમાન ખાને ટ્વીટરથી તેમની ફરિયાદ કરી છે. તેમના સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, મને ટ્વીટરના નિયમો ખબર છે. પરંતુ મારા બે ટ્વીટ સહી ન શક્યા તો તમે સુપરસ્ટાર કેવી રીતે કહેવાઓ.