સુત્રોની જાણકારી અનુસાર મનચંદા સાથે એપેક્સ કાઉન્સિલના સદસ્યોએ ધક્કા મુક્કી કરી. હંગામો વધારે થતા પોલીસને બોલાવવામાં આવી હતી. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ મામલામાં ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને ટ્વીટ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગૌતમ ગંભીરએ કહ્યું કે ડીડીસીએ તેની હદથી બહાર જતુ રહ્યું છે. સમગ્ર ડીડીસીએએ શરમજનક કામ કર્યું છે. ગૌતમ ગંભીરે માંગ કરી છે કે ડીડીસીએ તાત્કાલિક નાબૂદ કરવામાં આવે. જ્યારે તેમાં સામેલ દોષીઓ પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ.
બેઠકનાં મારપીટનો આ વિડિયો સોશ્યલ મિડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વાયરલ વિડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આગળની હરોળમાં બેઠેલા કેટલાક લોકો સામે આવે છે. અને સામ સામે ઝગડો કરે છે. સાથે સાથે લોકો એકબીજા પર ખરાબ રીતે મારપીટ અને ધક્કામૂક્કી કરતા નજરે આવી રહ્યા છે.