ખરાબ તબિયત નહીં, પણ આ છે 'ધ કપિલ શર્મા શો' બંધ થવાનું સાચું કારણ...
આ અહેવાલમાં સૌથી હેરાન કરનારી વાત એ સામે આવી છે કે, કપિલ શર્મા રાજીવ ઢીંગરાના ડાયરેક્ટર તરીકે કાઢવા માટે સહમત નથી.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, શોને ઓફર કર્યાના 100 કલાક પહેલા ચેનલ તરફથી આ શોને બચાવવા માટે એક મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં કપિલ શર્માની ટીમના જૂના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે, આ લોકોની શરત હતી કે જો રાજીવ ઢીંગરાને શોના ડાયરેક્ટરમાં તરીકે હટાવવામાં નહીં આવે તો તેઓ શો છોડી દેશે.
સુનીર ગ્રોવરની સાથે થયેલ વિવાદ બાદ અલી અસર અને સુગંધા મિશ્રાએ શો છોડી દીધો હતો. ત્યાર પછી જ રાજીવ ઢીંગરાને શોના ક્રિએટિવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. અંગ્રેજી અખબાર સ્પોટ બોયના અહેવાલ અનુસાર રાજીવને શોના ડાયરેક્ટર બનાવ્યા બાદથી જ ટીમમાં ઉભે થયેલા ઈશ્યૂ પહેલા કરતાં વધારે ગૂંચવાઈ ગયા.
વિતેલા થોડા સમયથી તબીયત ખરાબ થવાને કારણે કપિલ શર્માએ શાહરૂખ ખાન, અજય દેવગન, અનિલ કપૂર જેવા બોલીવુડ સ્ટાર્સની સાથે શૂટ કેન્સર કરવું પડ્યું. સાથે જ સુનીલ ગ્રોવરની સાથે થયેલ ઝઘડા બાદથી જ કપિલ શર્મના શોની ટીઆરપીમાં સદદ ઘટાડો જોવા મળ્યો છે. પહેલા કહેવામાં આવતું હતું કે આ બે કારણોને લીધે કપિલ શર્માનો શો બંધ થયો છે.
નવી દિલ્હીઃ જાણીતા કોમેડિયન કપિલ શર્માના શો પર સોની ટીવીએ બ્રેક લગાવાવનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે, ઘટતી ટીઆરપી અને કપિલ શર્માની ખરાબ તબીયતને કારણે આ શોને બંધ કરવામાં આવ્યો છે, પરંતુ મીડિયા અહેવાલમાં હવે શો બંધ થવાનું સાચું કારણ સામે આવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ સો કપિલ શર્માની ખરાબ તબીય નહીં પરંતુ તેની ફિલ્મ ફિરંગીના ડાયરેક્ટર રાજીવ ઢીંગરાના કારણે બંધ થયો છે.