✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટઃ દુબઈ ફરવા ગયેલા ચાર પટેલ પરિવારને નડ્યો અકસ્માત, એકનું મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Sep 2017 10:00 AM (IST)
1

એક રિપોર્ટ પ્રમાણે, તેઓ ફૂટપાથ પર ચાલી રહ્યા હતા ત્યારે એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા તે સીધી જ ફૂટપાથ પર ચાલી રહેલા વિજય પટેલના પરિવારજનો સાથે અથડાઈ હતી. આ ઘટનામાં તેમની પત્નીનું મૃત્યું થયું છે તથા અન્ય ત્રણ વિજયભાઈ પટેલ, વસંતભાઇ ઠાકરસીભાઇ દઢાણીયા અને મનીષાબેન વસંતભાઇ દઢાણીયાને ગંભીર ઈજા થતા તેઓને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સમયે દૂર ઉભેલા મીનાબેન ભરતભાઇ ચનીયારા, ઇન્દુબેન વિજયભાઇ રામોલીયા, ભરતભાઇ મનસુખભાઇ ચનીયારા તથા વિજયભાઇ બાબુભાઇ રામોલીયાને કોઇ ઇજા નથી થઇ.

2

નવી દિલ્હીઃ દુબઇ ફરવા ગયેલા ચાર પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. રાજકોટના એક અને પોરબંદરના ત્રણ કપલ દુબઇ ફરવા ગયા હતા જ્યાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ હતું જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

3

મળતી વિગતો અનુસાર, રાજકોટના એસ્ટ્રોન રોડ પર આવેલા પટેલ ફૂટવેરવાળા વિજયભાઇ અને તેમના પોરબંદર સ્થિત કુટુંબીજનો સહિત 4 ભાઇઓનો પરિવાર દુબઇ ફરવા ગયો હતો. જ્યાં તેમને ગંભીર અકસ્માત નડતા વિજય પટેલના 65 વર્ષીય પત્ની જયશ્રીબેનનું મૃત્યું થયું છે. તમામ લોકો ફરવા માટે નીકળ્યા હતા ત્યારે એકાએક પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો અને કાર કૂદીને ફૂટપાથ પર આવી ગઈ હતી.

  • હોમ
  • દુનિયા
  • રાજકોટઃ દુબઈ ફરવા ગયેલા ચાર પટેલ પરિવારને નડ્યો અકસ્માત, એકનું મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.