Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
‘રૂપ કી રાની’ શ્રીદેવીના પાર્થિવ દેહનો મેક-અપ આ આર્ટિસ્ટે ધ્રુજતા હાથે કર્યો હતો, જાણો વિગત
નૂરજહાંએ વધુમાં કહ્યું, શ્રીદેવીને ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયન જ્વેલરી ખૂબ જ ગમતી હતી. આથી પોતાના અંગત ક્લેક્શનમાં એ રીતના દાગીના પસંદ કરવામાં આવ્યા હતાં. તેમાથી સોનાના જ્વેલર્સ પહેરાવવામાં આવ્યા હતાં. અનિલ કપૂરના પત્ની સુનિતા અને રાની મુખર્જી મેડમ માટે સાડી લઈને આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનૂરજહાંએ ઘણાં વર્ષોથી શ્રીદેવી સાથે કામ કર્યું છે. નૂરજહાએ જણાવ્યું શ્રીદેવીના પાર્થિવ દેહનો મેક-અપ કરતાં સમયે રાજેશ પાટિલનો હાથ ધ્રૂજતો હતો. મેક આર્ટીસ્ટ રાજેશ પાટિલે રાની મુખર્જી, દિયા મિર્ઝા, પ્રિયંકા ચોપરા જેવી અનેક બોલિવૂડ અભિનેત્રીઓનો મેક-અપ કરી આપ્યો છે.
શ્રીદેવીના પાર્થિવ દેહને સજાવવા અમે ઉતાવળ નહોતી કરી પણ પાંચ મિનિટમાં જ સજાવી દીધો હતો. મેડમ પોતાની આઈબ્રોને લઈને ઘણાં જ કોન્સિયસ રહેતા હતાં. તેઓ ચાંદલો તથા લિપસ્ટિકના કલરને લઈને પણ ચૂઝી હતા. આથી જ તેમની ફેવરિટ સિંદૂરી રંગની બિંદી તથા લાલ લિપસ્ટિક લગાવી હતી. મેક-અપ બાદ તેઓ એટલા સુંદર લાગતા હતાં કે જાણે શૂટિંગનો શોટ આપવા માટે તૈયાર થયા હોય.
મુંબઈઃ બોલીવુડની પ્રથમ સુપર સ્ટાર રૂપ કી રાની ચાંદનીને બુધવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. શ્રીદેવીએ ફિલ્મોમાં પોતાના લુકને લઈને ચાહકોમાં લોકપ્રિય બની છે. બોલિવૂડની ખુબસુરત અભિનેત્રી શ્રીદેવીની સુંદરતાનાં બધા લોકો દિવાના હતા. શ્રીદેવીનો પાર્થિવ દેહને લાલ સાડી, મોટો ચાંદલો, મંગળસૂત્ર અને લિપસ્ટિકથી દુલ્હનની જેમ સજાવી અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ વિદાય વખતે શ્રીદેવીના પાર્થિવ દેહનો મેક અપ સેલિબ્રિટી મેક-અપ આર્ટીસ્ટ રાજેશ પાટિલે કર્યો હતો.
જ્યારે રાજેશ પાટિલ શ્રીદેવીના પાર્થિવ દેહનો મેક-અપ કરતો હતો ત્યારે સતત અભિનેત્રી રાની મુખર્જીએ તેને મદદ કરી હતી. શ્રીદેવીને રાજેશ પાટિલનું કામ ખુબજ પસંદ હતું. મેક અપ આર્ટિસ્ટ રાજેશ પાટિલનું નામ શ્રીદેવીની હેર સ્ટાઈલિસ્ટ નૂરજહાં અનસારીએ સૂચવ્યું હતું. મેક-અપ આર્ટિસ્ટ રાજેશ પાટિલે છેલ્લે 'મોમ' ફિલ્મમાં શ્રીદેવીનો મેક-અપ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -