સુરતઃ ખૂબસૂરત મોડલને વેપારી પુત્ર સાથે બંધાયા સંબંધ, જાણો પછી શું થયું?
સીમાના આપઘાત બાદ તેના મોબાઇલ ફોનમાંથી કંઇક એવું રેકોર્ડિંગ મળ્યું હતું કે, હું બહુ જ ડિપ્રેશનમાં છું, મારું કામ બરાબર ચાલતું નથી. જેથી હું સુસાઇડ કરુ છું. જેમાં પતિ ધવલ કે પ્રેમીનો કોઇ હાથ નથી. અડાજણ પોલીસે સીમા આપધાત કેસમાં ક્યાંક તો કાચું કાપ્યું હોવાનો તેની માતાનો આક્ષેપ છે. સીમાની માતાનો આક્ષેપ છે કે, છેલ્લા 50 દિવસથી તેઓ સીમાના આપધાત પાછળ જવાબદારને સજા અપાવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ પોલીસ યોગ્ય જવાબ આપતી નથી. સીમાએ ડિપ્રેશનમાં આપધાત કર્યો હોય તો પણ ડિપ્રેશન આપનાર સામે તો કાયદેસરના પગલાં પોલીસે ભરવા જોઇએ. તેમણે પોલીસ કમિશનરને અરીજ આપી તપાસ સારા અધિકારીને આપી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં, લગ્નની લાલચ આપીને બધી મર્યાદાઓ ઓળંગી ગયા પછી સમય આવતા રંગ બદલવા માંડ્યો હતો. જેને કારણે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. 5 જાન્યુઆરીની વહેલી સવારે આપઘાત પહેલાં પણ સીમાનો ફોન મોડી રાત સુધી ચાલું જ હતો. ચોક્કસ સીમા કાપડના વેપારી પુત્ર સાથે વાતચીત કરતી હતી. એવી તો શું વાત થઇ કે સીમાએ આપધાત કરી લેવા મજબુર બનવું પડ્યું હતું. વેપારી પુત્રએ સીમાની બહેનને આપઘાતના આગલા દિવસે ફોન કરી તેની બહેનને સમજાવવા જણાવ્યું હતું. જેથી તેની બહેને સીમાને ફોન કરતાં સીમાએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને તે જુઠ્ઠુ બોલતો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં મારી સાથે લગ્ન કરવાની વાતથી ફરી ગયો છે. તેમજ મારા ઘરની નીચે આવીને બુમાબુમ કરે છે મન થાય ત્યારે ઘરે આવી જાય છે, તેમ સીમાએ કહ્યું હતું.
સુરતઃ અડાજણ મોડલ સીમા આપઘાત કેસમાં પરિવારે ન્યાય માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. લગ્ન પછી પ્રેમ સંબંધમાં ફસાયેલી સીમાએ ડિપ્રેશનમાં આપઘાત કર્યાનું માતાએ જણાવ્યું છે. કાપડ વેપારીના પુત્રના પ્રેમમાં પાગલ સીમાએ દગાબાજ પ્રેમીથી કંટાળી આપઘાત કર્યાનો માતાનો આક્ષેપ છે. દીકરીના આપઘાત માટે જવાબદાર સામે પગલાં ભરવા સુરત પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી છે.
જમાઇ ધવલ સિંગીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવવા માંગતો હતો. જ્યારે સીમા મોડલીંગ ક્ષેત્રમાં નામના હાંસલ કરવાની લ્હાયમાં માતા પણ બની નહતી. પતિ દૂર રહેતાં સીમા સોશિયલ મીડિયા થતાં વેપારી પુત્રના સંપર્કમાં આવી હતી. આઠ મહિનાની દોસ્તીમાં વેપારી પુત્ર સીમાનું દિલ જીતી લીધું. બંને વચ્ચે ટેલીફોનિક વાતચીતથી લઇ એકબીજાને મેસેજ અને મિલન મુલાકાત સુધી વાત પહોંચી હતી. સીમાએ કાપડના વેપારી પુત્રના વિશ્વાસમાં પોતાનું તન-મન-ધન અર્પણ કરી દીધું હતું. જ્યારે ધવલ સિંગીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવવા હૈદરાબાદ જાય છે ત્યારે વેપારી પુત્રે સીમાની તમામ જવાબદારીઓએ પણ ઉપાડી લીધી હતી. સીમાનો પ્રેમી મોડી રાત્રે પણ સીમાના ઘરે આવતો હતો. સીમાને લગ્નની લાલચ આપી પતિ ધવલને છૂટાછેડા આપવાની સલાહ પણ આપતો હતો.
અડાજણ સન એપાર્ટમેન્ટમાં રહેતા સિંગર ધવલ તાલીયાવાળાનાં પત્ની સીમાબેન (ઉ.વ.25) બ્યૂટીપાર્લરમાં બ્યૂટિશિયન અને મોડલ હતાં. ગત 4 જાન્યુઆરીએ બેડરૂમમાં પંખા સાથે ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, આજ સુધી આપઘાત કેસમાં ન્યાય ન મળતા સીમાબેનની માતાએ કમિશનરને અરજી કરી છે. આપઘાત પાછળ દીકરીનો પ્રેમી જવાબદાર હોવાનું જણાવ્યું છે. વેસુ ખાતે એસએમસી આવાસમાં રહેતા સીમાના માતા વત્સલાબેન સુરેશભાઈ જાદવે અરજીમાં જણાવ્યું હતું કે, સીમાના લગ્ન આઠ વર્ષ પહેલાં સિંગર ધવલ સાથે થયા હતા. આ પછી સીમા મોડલીંગના વ્યવસાયમાં આવી હતી. સાથે બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી. જોકે, લગ્નના એક મહિના બાદ સાસરીયાવાળા માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનું સીમા કહેતી હતી. જોકે, દર વખતે સમાધાન થઈ જતું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -