તાપીમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું, સ્કેન કરીને છપાતી હતી 100ની નકલી નોટ
ચલણી નોટ આરોપી સુનમનભાઈ રમતાભાઈ ગામીત તેના મિત્ર સહ આરોપી ગણેશ ગીબીયાભાઈ ગામીત વિપુલ સોમાભાઈ ગામીતની સાથે પોતાના ઘરે ભેગા મળીને નકલી નોટ છાપતાં હતાં. પોલીસે તેના ઘરમાંથી તપાસ કરતાં સ્કેનર પ્રિન્ટર કાતર નંગ 2 તથા ચલણી નોટ મળી આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ પુછપરછમાં આ કામ છેલ્લા એકાદ મહિનાથી ચાલતું હોવાની હકીકત સામે આવી છે. પોલીસે તમામ નોટ અને વસ્તુઓ ઝડપીને મુખ્ય સુત્રધાર ગણેશ ગીબીયાભાઈ ગામીત અને વિપુલ સોમાભાઈ ગામીતને ઝડપવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: તાપીના ઉમરદા ગામે પોલીસે નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. આરોપી સ્કેન કરીને રૂપિયા 100ના દરની બોગસ બનાવટી ચલણી નોટ છાપતો હતો, 1 લાખ 16 હજાર 800ની નકલી નોટ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે લોકો ફરાર થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -