ફ્લોપ છતાં 100 કરોડ ક્લબમાં કેવી રીતે સામેલ થઈ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’, જાણો વિગતે
કલેક્શનની વાત કરીએ તો પ્રથમ દિવસે ફિલ્મે 52 કરોડનો વકરો કર્યો હતો. જ્યારે બીજા દિવસે 28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ત્રીજા દિવસે ફિલ્મે 22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ ત્રણ દિવસની અંદર ફિલ્મ 100 કરોડને પાર કરી ગઈ છે. જોકે ધીમે ધીમે કલેક્શનનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાને સતત ટ્રોલ કરવામાં આવી હી છે. ક્રિટિક્સથી લઈને ઓડિયન્સ સુધી દરેક વ્યક્તિ આ ફિલ્મને નકારી રહ્યા છે. જોકે આ ફિલ્મે ત્રણ દિવસની અંદર 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ વાતની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.
ફિલ્મની કમાણીની વાત કરવામાં આવે તો માત્ર બે દિવસમાં જ ફિલ્મ 70 કરોડથી વધુ કમાણી કરી ચુકી છે. પરંતુ ફિલ્મની પ્રથમ દિવસની કમાણીની સરખામણીમાં તેના બીજા દિવસની કમાણીમાં લગભગ 50 ઘટાડો ઘટાડો નોંધાયો છે જે ફિલ્મ માટે સારા સંકેત નથી.
પ્રથમ દિવસે ફિલ્મની ટિકિટો એડવાન્સમાં જ બુક થઈ ગઈ હી. સાથે જ દિવાળીનો તહેવાર હતો. આમ ફિલ્મનેતેનો ફાયદો મળ્યો છે અને ફિલ્મએ 50 કરોડથી વધુની બમ્પર કમાણી કરી રેકોર્ડ બનાવ્યો છે. આશા રાખવામાં આવી હતી કે જે રીતે ફિલ્મને ઓપનિંગ મળી છે ફિલ્મ 2 દીવસમાં 100 કરોડ રૂપિયા કમાણી કરશે. પણ આમ થયું નથી અને બીજા દિવસે ફિલ્મની કમાણી લગભગ અડધી રહી. જોકે ત્રણ દિવસની અંદર 100 કરોડના આંકડાને પાર કરવામાં ફિલ્મ સફળ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -