ટાઈગર શ્રોફનો ખુલાસો કહ્યું- સ્કુલના દિવસોમાં શ્રદ્ધા કપૂર પર હતો ક્રશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Feb 2020 02:48 PM (IST)
ઉલ્લેખનીય છે કે, ટાઈગર શ્રોફ છેલ્લા ઘણા સમયથી બોલીવૂડની હોટ એક્ટ્રેસ દિશા પટનીને ડેટ કરી રહ્યો છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રોફે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને લઈને એક ખુલાસો કર્યો છે. ટાઈગર શ્રોફે હાલમાં જ બાગી 3ના પ્રમોશન દરમિયાન જણાવ્યું કે, સ્કુલના દિવસોમાં તેમનો ક્રશ શ્રદ્ધા કપૂર હતી. પરંતુ ત્યારે તેનામાં હિમ્મત ન હતી કે તે શ્રદ્ધા કપૂરને પોતાના દિલની વાત કહી શકે. જેનું પરિણામ એ બન્યુ કે, શ્રદ્ધાને ક્યારેય પણ આ વાતની જાણ થઈ નહી. ઉલ્લેખનીય છે કે, ટાઈગર શ્રોફ છેલ્લા ઘણા સમયથી બોલીવૂડની હોટ એક્ટ્રેસ દિશા પટનીને ડેટ કરી રહ્યો છે. ઓન સ્ક્રિન કેમિસ્ટ્રીની વાત કરવામાં આવ તો ટાઈગર સાથે શ્રદ્ધાની કેમિસ્ટ્રિ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મ બાગી 3 નું નિર્દેશન અહમદ ખાન કરી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ગયું છે. જેને સોશિયલ મીડિયા પર સામાન્ય પ્રતિભાવ મળ્યા છે.