ટાઈગર શ્રોફે 2014માં આવેલી ફિલ્મ હીરોપંતીમાંથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા થઈ રહી હતી કે ટાઈગર તેની પ્રથમ ફિલ્મની સિક્વલ પર કામ કરી રહ્યો છે. જો કે હવે ટાઈગર શ્રોફે ખુદ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. ટાઈગર હીરોપંતીની સિક્વલમાં કામ કરવા જઈ રહ્યો છે.


હીરોપંતી-2 પ્રોજેક્ટનો ખુલાસો કરતા ટાઈગરે ફર્સ્ટ લૂક પોસ્ટર પણ શેર કર્યું છે પ્રથમ પોસ્ટરમાં ટાઈગર પેન્ટ અને સૂટમાં નજર આવી રહ્યો છે અને તેની હાથમાં બંદૂક છે. પોસ્ટરમાં લખ્યું કે, ‘દુનિયા તેને મારવા માંગે છે’. બીજા પોસ્ટરમાં અભિનેતાની ક્લોઝઅપ તસવીર નજર આવી રહી છે.

ટાઈગરે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, “આ મારા માટે ખૂબ ખાસ છે. મારા ગુરુ સાજિદ સર સાથે વધુ એક પ્રોજેક્ટ પર કામ કરવા માટે તેનો આભારી છું. ”. આ ફિલ્મ 16 જુલાઈ 2021ના રોજ રિલીઝ થશે.