✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ટાઈગર ઝિંદા હૈ’એ બનાવ્યો અનોખો રેકોર્ડ, કરી રેકોર્ડતોડ કમાણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Dec 2017 07:41 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, ‘ટાઈગર ઝિંદા હૈ’એ સલમાનની જ ફિલ્મ ‘સુલ્તાન’ની કમાણીનો રેકોર્ડ તોડી દીધો હતો. સુલતાને પહેલા 3 દિવસમાં 105 કરોડનું કલેક્શન કર્યું હતું જ્યારે આ ફિલ્મ 3 દિવસમાં 114 કરોડ કમાઈ ચૂકી છે.

2

‘ટાઈગર ઝિંદા હૈ’ કમાણી બાબતે ખૂબ ઝડપથી આગળ વધતી દેખાઈ રહી છે. ખૂબ જ આસાનીથી 100 કરોડ ક્લબમાં પહોંચી ચૂકેલી આ ફિલ્મે શાનદાર ઓપનિંગની સાથે પહેલા જ દિવસે 34 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે આ વર્ષની સૌથી મોટી ઓપનર રહી.

3

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું કે, આ સલમાનની 12મી એવી ફિલ્મ છે જેણે ભારતમાં 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે, જે અન્ય તમામ સ્ટાર્સ કરતાં વધારે છે. તરણ અનુસાર, આ પહેલા સલમાનની ‘બજરંગી ભાઈજાન’એ ભારતમાં સૌથી વધુ 320.34 કરોડ અને ‘સુલતાન’એ 300.45 કરોડની કમાણી કરી હતી.

4

નવી દિલ્હીઃ ક્રિસમસ અને ન્યૂ યરના અવસર પર રિલીઝ થયેલ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે ધારણા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર ફિલ્મે રવિવારે 45.53 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શુક્રવારે ફિલ્મે 34.10 કરોડ જ્યારે શનિવારે 35.30 કરોડ રૂપિયાની કમાણી રી છે. આ રીતે ફિલ્મે ત્રણ દિવસમાં જ 114.93 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘ટાઈગર ઝિંદા હૈ’એ બનાવ્યો અનોખો રેકોર્ડ, કરી રેકોર્ડતોડ કમાણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.