મુંબઈઃ ટીવી જગતની જાણીતી સીરિયલ ‘ઉતરન’ની એક્ટ્રેસ ટીના દત્તાએ સીરિયલ ‘ડાયન’ના સેટ પર પોતાના સાથી કલાકાર પર ખોટી રીતે ટચ કરવાનો આરોપ લગાવ્યો છે. મિડ ડેની રિપોર્ટ મુજબ, ટીનાએ મોહિત પર ખોટી રીતે અડવાનો આરોપ લગાવ્યો છે. શોમાં એક ઇન્ટિમેટ સીન દરમિયાન મોહિતે ટીના સાથે છેડતી કરી હતી. આ વચ્ચે મોહિતને ઘણી વખત વોર્નિંગ પણ આપવામાં આવી પણ જ્યારે મોહિત સીનમાં અટક્યો નહીં તો ટીના સેટ પર ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી.
પિંકવિલાનાં રિપોર્ટ મુજબ, એક્ટ્રેસ ટીનાએ કહ્યું કે, અમે તે સમયે શૂટ કરી રહ્યાં હતાં ત્યારે મોહિતથી મને ઘણી જ પ્રોબ્લમ થવા લાગી હતી. મે આ વિશે પ્રોડક્શન ટીમને વાત કરી. ટીમ ઘણી સપોર્ટિવ હતી. હું બાલાજી સાથે ઘણાં લાંબા સમયથી કામ કરુ છુ તેથી મે આ મામલો પ્રોડક્શન પર જ છોડી દીધો.
આ વિશે મોહિતનું કહેવું હતું કે, 'શો માટે મારા અને ટીના વચ્ચે કોઇ જ ઇન્ટિમેટ સીન શૂટ થયા જ નથી. ટીના મારી સારી મિત્ર છે.' આ રીતે મોહિતે આ વાત અંગે માનવાનું ટાળ્યુ હતું.