નવી દિલ્હીઃ હાલમાં દેશ અને દુનિયાભરમાં શહેરોને સ્વચ્છ રાખવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. પ્રદુષણ મુક્ત કરવા દેશની સરકાર યોગ્ય પગલાં ભરી રહ્યાં છે ત્યારે ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પર્યાવરણને બચાવવા માટે કામ કરનારી એનજીઓ ગ્રીનપીસે સૌથી વધુ પ્રદુષિત શહેરોનું લિસ્ટ આપ્યુ છે.
ગ્રીનપીસે 62 પ્રદુષિત શહેરોનુ લિસ્ટ રજૂ કર્યુ છે, જેમાં ભારતનું ગુરુગ્રામ સૌથી ટૉપ પર છે. આ એસ્ટિમેટ 2018ના પર્યાવરણ અનુસાર છે. એનજીઓના લિસ્ટમાં ત્રણ રાજધાની સામેલ છે, જેમાં સૌથી ઉપર ભારતની રાજધાની દિલ્હી, બીજા નંબરે બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ત્રીજા નંબરે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ સામેલ છે.
ટૉપ 6 સૌથુ વધુ પ્રદુષિત શહેરોના લિસ્ટમાં પાંચ ભારતના છે, જ્યારે એક પાકિસ્તાનનું છે. પહેલા નંબર ગુરુગ્રામ, બીજા નંબર પર ગાઝિયાબાદ, ત્રીજા નંબર પર પાકિસ્તાનનું શહેર ફૈસલાબાદ છે, ચોથા નંબરે ભિવાડી (રાજસ્થાન) અને છઠ્ઠા નંબર પર નોઇડા છે.
એનજીઓનો આ રિપોર્ટ દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોના ઓનલાઇન ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લેની સાથે 2018માં કરાવાયો હતો. જોકે એનજીઓ સત્તાવાર રીતે આંકડા આજે રજૂ કરશે.