ટીવી સિરીયલ ઉતરણની એક્ટ્રેસ ટીના દત્તા સાથે ફ્લાઈટમાં છેડતી, કોઈ મદદ માટે આગળ પણ ન આવ્યુ
આ ધટના બાદ ટીના દત્તાએ ભારતમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. ટીનાએ કહ્યું તેના પરિવાર સાથે આવી ધટના બની હોત તો શુ તેઓ શાંત રહી શકે છે. તે સમયે મારા પરિવાર સિવાય કોઈએ પણ મારી મદદ ન કરી. ખૂબ જ લાંબી ચર્ચા ચાલી પરંતુ મારી મદદ માટે કોઈ આગળ ન આવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીનાએ કહ્યું તેણે એર હોસ્ટેસ પૂજા અને અભિષેકને બોલાવ્યા અને આ મામલે જાણ કરી, પરંતુ તેઓ મારી વાત સાંભળવા માટે તૈયાર ન હતા. તેઓ કહેવા લાગ્યા કે અમે તેની સીટ બદલી આપીએ છીએ. હુ ઈચ્છતી હતી કે તે વ્યક્તિ ને ઉતારવામા આવે, પરંતુ મને કહેવામા આવ્યું કે તો મારે પણ ફરીયાદ કરવા માટે ઉતરવું પડશે, ત્યારે મે કેપ્ટન સાથે વાત કરવાની માંગ કરી. ધણી મુશ્કેલીઓ બાદ મને તેમની સાથે વાત કરવા દેવામાં આવી, પરંતુ તેમનું વર્તન જરા પણ સારૂ ન હતું. તેમણે કહ્યું આ મામલો ટેકઓફ થયા પહેલાનો છે, જેના કારણે તે કઈ નહી કર શકે. ટેકઓફ થવા બાદ ધટના બની હોત તો તે જવાબદાર હતા.
મીડિયા સાથેની વાતચીતમાં ટીનાએ જણાવ્યું કે સૌથી ખરાબ ધટનાઓ માથી એક ધટના હતી જે મારી સાથે ફલાઈટની મુસાફરી દરમિયાન બની હતી. ટીના એ કહ્યું હુ રાજકોટ જઈ રહી હતી મને સીટ 30A આપવામાં આવી હતી, જ્યારે મારા મેનેજરને 30C પર બેસાડવામાં આવ્યા હતા. અમે લોકો કામ સંબંધિત વાત કરી રહ્યા હતા એ દરમિયાન મને અહેસાસ થયો કે કોઈ સાઈડ પરથી તેનો હાથ મને અડકવાનો પ્રયાશ કરી રહ્યું છે. 31A સીટ પર પર બેઠેલા પેસેંજર રાજેશે મારી સાથે છેડતી કરી, તેણે ખરાબ રીતે મને અડકવાનું શરૂ કર્યું. સૌપ્રથમ મને લાગ્યુ કે કોઈ નાનુ બાળક હશે, પરંતુ જ્યારે મે પાછળ ફરીને જોયુ તો હુ દંગ રહી ગઈ, કારણ કે તે એક મોટી ઉંમરનો આદમી હતો. મે તેના પર ગુસ્સો ઉતાર્યો તે તે હકલાવા લાગ્યો અને તેણે માફિ માંગી લીધી.
મુંબઈ: ટીવી શો ઉતરન માં ઈચ્છાનો રોલથી પ્રચલિત થયેલી એક્ટ્રેસ ટીના દત્તાએ જેટ એયરવેઝની ફ્લાઈટમાં તેની સાથે સેક્સશુયલ હેરેસમેંટનો દાવો કર્યો છે. તેના કહેવા પ્રમાણે આ ધટના ત્યારે બની જ્યારે તે એક ઈવેંટમાં ભાગ લેવા માટે મુંબઈથી રાજકોટ જઈ રહી હતી, ત્યારે એક પેસેંજરે તેને અડકવાનો પ્રયાશ કર્યો હતો. તેણે આ બાબતે ફરિયાદ પણ કરી ગતી પરંતું કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -