ભારતીય ફિલ્મ ઈતિહાસની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ ‘બાહુબલી 2’ નથી, જાણો ટોપ ટેન ફિલ્મો કઈ?
જીંદગીઃ પ્રથમેશ બરૂઆ નિર્દેશિત 1940ની આ ફિલ્મની કમાણી 864 કરોડ રૂપિયા થાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબસંતઃ 1942માં રીલીઝ થયેલી અમિયા ચક્રવર્તી નિર્દેશિત આ ફિલ્મની કમાણી 864 કરોડ રૂપિયા થાય.
મુકદ્દર કા સિંકદરઃપ્રકાશ મહેરાની અમિતાભ બચ્ચની અભિનીત આ ફિલ્મ 27 ઓક્ટોબર 1978ના રોજ રીલીઝ થયેલી ને તેની કમાણી 941 કરોડ રૂપિયા થાય.
હમ આપ કે હૈં કૌનઃ સૂરજ બડજાત્યા નિર્દેશિત આ ફિલ્મ 5 ઓગસ્ટ 1994ના રોજ રીલીઝ થયેલી ને તેની કમાણી 960 કરોડ રૂપિયા થાય.
રતનઃ 1 જાન્યુઆરી 1944ના રોજ રીલીઝ થયેલી એમ. સાદિક નિર્દેશિત આ ફિલ્મની કમાણી 990 કરોડ રૂપિયા કહેવાય.
કિસ્મતઃ 1 જાન્યુઆરી, 1943ના રોજ રીલીઝ થયેલી જ્ઞાન મુખરજી ફિલ્મની કમાણી 1088 કરોડ રૂપિયા કહેવાય.
મુઘલ-એ-આઝમઃ 5 ઓગસ્ટ 1960ના રોજ રીલીઝ થયેલી કે. આસિફની આ ફિલ્મની કમાણી 1327 કરોડ રૂપિયા કહેવાય.
દંગલઃ નિતેશ તિવારી દિગ્દર્શિત અને આમીર ખાન અભિનીત દંગલની કમાણી 1563 કરોડ રૂપિયા છે.
બાહુબલી 2, એસ.રાજામૌલીની બાહુબલી 2 ફિલ્મે વૈશ્વિક બજારમાં કુલ 1596 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ આંકડાની રીતે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે.
શોલેઃ રમેશ સિપ્પીની શોલે 15 ઓગસ્ટ 1975ના રોજ રીલીઝ થઈ હતી. એ સમયના રૂપિયાની કિંમતને તથા ફુગાવાને ધ્યાનમાં લેવાય તો આ ફિલ્મે અત્યાર સુધીમાં 1658 કરોડની કમાણી કરી કહેવાય.
મુંબઈઃ ‘બાહુબલી 2’ ફિલ્મ ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે તેવા દાવા થાય છે પણ આ ફિલ્મ હજુ ‘શોલે’ના રેકોર્ડને તોડી નથી શકી. અત્યારે રૂપિયાના મૂલ્ય અને ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવે તો ‘શોલે’ આજેય ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. ‘બાહુબલી 2’ બીજા નંબરે આવે છે. ફુગાવાને ધ્યાનમાં લઈને ભારતની સૌથી વધારે કમાણી કરનારી ટોપ ટેન ફિલ્મો નીચે પ્રમાણે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -